Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

જામનગરના ખીમરાણામાં પિતાએ ઠપકો આપતા અલ્પેશ ફોફરીયાનો આપઘાત

જામનગર તા. ૧૭ : ખીમરાણા ગામે રહેતા સંજયભાઈ વલ્લભભાઈ ફોફરીયા, ઉ.વ.પુખ્ત એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ–૧૦–ર૦૧૮ના આ કામે મરણ જનાર અલ્પેશભાઈ વલ્લભભાઈ ફોફરીયા, ઉ.વ.રર, રે. ખીમરાણા ગામ, તા.જિ.જામનગરવાળાને તેના પિતાએ વાડીમાં પાણી વાળવા બાબતે ઠપકો આપતા પોતે પોતાના ઘરના હુકમાં દુપટા વડે ગળાફાંસો ખાઈ જતા જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયપાલસિંહ કનકસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬–૧૦–ર૦૧૮ના ગાંધીનગર નવા સ્મશાન તરફ જવાના પુલ પહેલા આ કામના આરોપી જયેશ પ્રવિણભાઈ માંતગ, રે. જામનગરવાળો જાહેરમાં પોતાના કબ્જામાં હોન્ડા એકટીવા મોટરસાયકલ ઈંગ્લીશ દારૂ ૮૦૦નો રાખી નીકળતા હોન્ડા મોટરસાયકલ કિંમત રૂ. ૩૦,૮૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂના ચપ્ટા સાથે ઝડપાયો

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. સી.કે.રાઠોડ એ ફરીયાદ નોધાવી છે કે, તા.૧૬–૧૦–ર૦૧૮ના આ કામના આરોપી ભરતભાઈ ભીખાભાઈ વાઘેલા, રે. ધ્રોલવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટી દારૂની સીલ પેક બોટલ (ચપ્ટા) કિંમત રૂ.ર૦૦ તેમજ ૧ માયક્રોમેકસ કમ્પનીનો ફોન કિંમત રૂ.પ૦૦ એમ કુલ રૂ.૭૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

હાપાના જવાહરનગરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

અહીં પંચ એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. દિનેશભાઈ આંબાભાઈ રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬–૧૦–ર૦૧૮ના હાપા, જવાહરનગર માં આ કામના આરોપીઓ જેન્તીભાઈ કાનજીભાઈ સોમેસ્વર, કિશોરભાઈ પરાબતભાઈ પરમાર, મયુરભાઈ કરશનભાઈ ગોહીલ, ગોપાલ ગોવીંદભાઈ પરમાર, ગોવીંદભાઈ સોમાભાઈ ગોહીલ, રે. જવાહરનગર રામાપીર મંદિર પાસે, તા.જિ. જામનગરવાળા લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો રોનપોલીસનો જુગાર રમી પૈસાની હારજીત કરી રોકડા રૂ.ર૭૦૦ તથા પટના રૂ.પ૦૦ મળી કુલ રૂ.૩ર૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.(૨૧.૧૬)

(4:01 pm IST)
  • આજે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવતઃ ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલના ભાવ નથી વધાર્યાઃ દિલ્હીમાં પેટ્રોલ ૮૨.૮૩ તો મુંબઇમાં ૮૮.૨૯નું લીટર મળે છેઃ ડીઝલનો ભાવ મુંબઇમાં ૭૯.૩૫ છે તો દિલ્હીમાં ભાવ રૂ. ૭૫.૬૯ છે access_time 11:42 am IST

  • ભરૂચ જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અને વહીવટી તંત્ર દ્વારા 28 ઓક્ટોબરે યોજાશે હેરિટેજ વોક:દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ નથુ ધોબણની ધર્મશાળાથી સવારે 7 કલાકે હેરિટેજ વોકનો થશે પ્રારંભ:ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે તંત્ર દ્વારા એકશન પ્લાન ઘડાયો: 7 કી.મી.ના રૂટમાં આવતા ઐતિહાસિક સ્થળનો કરાયો સમાવેશ access_time 1:13 am IST

  • ભારતની ચિંતા વધારશે ચીન :બ્રહ્મોસ મિસાઇલથી પણ બહેતર મિસાઈલ પાકિસ્તાનને આપશે :પાકિસ્તાન ચીન પાસેથી સુપરસોનિક મિસાઈલ ખરીદે તેવી શકયતા :ચીનના સરકારી મીડિયા મુજબ ચીન દ્વારા પાકિસ્તાન સાથે સૌથી મોટો ડ્રોન સોદો કરવાની જાહેરાત કરશે ;આગામી 3જી નવેમ્બરે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાન ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે access_time 1:12 am IST