Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

રશિયન પ્રોફેસર ''સ્વેતલાના રિઝાકોવા'' લતીપુર આવ્યાં: ગુજરાતની લોક સંસ્કૃતિથી પ્રભાવિત થયા

ધ્રોલ તા ૧૭ : રશિયન એકેડમી ઓફ સાયન્સ તથા ઇન્સ્ટીટયુટ ઓફ એથનોલોજી એન્ડ એન્થ્રોપોલોજી -મોસ્કો પ્રોફેસર ડો. સ્વૈતલાના રિઝાકોવા ભારતીય સંસ્કૃતિ વિષે ભણાવે છે. તેઓ સોૈરાષ્ટ્રની ૪ દિવસની મુલાકાતે આવતા પ્રથમ તેઓ જામનગર નિલ્લાના લતીપુર ગામની મુલાકાતે આવતા લતીપુરની આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ શ્રી પટેલ રાસ મંડળીના પ્રમુખ મહેન્દ્રભાઇ આણદાણીએ પરંપરા મુજબ સ્વાગત કર્યુ હતું અને સોૈરાષ્ટ્રની વૈવિધ્યપૂર્ણ જાજરમાન સંસ્કૃતિ વિશે તેઓને માહિતગાર કર્યા હતા.

સોૈરાષ્ટ્રની ભાતીગળ લોકકલા, લોકનૃત્ય, રાજપુતોની શોૈર્ય ગાથાઓ, ધાર્મિક માન્યતાઓ, ગ્રામ્ય જીવન વગેરેની જાણકારી માટે સમર્પણ, ધ્યાનયોગ, આશ્રમ-ભુજ ખાતે યોજાયેલ શ્રી પટેલ રાસ મંડળીનો રાસ-ગરબા નો કાર્યક્રમ નિહાળ્યો અને રાસ ગરબાની ઉત્પતિ પાછળનો ઇતિહાસ અને તેના સોૈરાષ્ટ્રમાં આગમન તથા તે લોક જીવનમાં કયારથી વણાયા તે અંગેની વિસ્તૃત માહિતી મેળવેલ. ધ્રોલ પાસેના ભૂચરમોરીના મેદાનમાં એક વિધર્મીની રક્ષા ખાતર જામ સાહેબશ્રીની સેના અને અકબરની સેના વચ્ચે થયેલ યુદ્ધની માહિતી મેળવી હતી અને ત્યાની મુલાકાત લઇને તસ્વીરો અને વિડીયોગ્રાફી કરીહતી તથા લતીપુર બ્રહ્માણી માતાના મંદિર ખાતે ગરબા રમવાનો પણ લહાવો લીધો હતો તેઓ જિગ્નેશ સાથે મોરબીના મણીમંદિર તથા પેલેસ અને ભવાઇ કલાની જાણકારી માટે નાના ભેલા ખાતે ભવાઇ કલાકાર ભરતભાઇને તથા રાજકોટ ખાતે બાલકૃષ્ણભાઇને મળીને ભવાઇના ભાવિ ઇતિહાસ વિષે માહિતી મેળવીને અભિભૂત થઇ ગયા હતા નવરાત્રીમાં થતી માં જગદંબાની ભકિત જોઇને ખુબ પ્રભાવિત થયા હતા અને આ નવ દિવસ દરમ્યાન તેઓએ પર વ્રત-ઉપવાસ કર્યા હતા તો સાથો સાથ ભારતીય સંસ્કૃતિને લાછન લગાડતા વલ્ગર ડિસ્કો ગરબાઓથી સંસ્કૃતિને અને ધર્મને ખૂબ ખતરો હોવાની અને ગરબો અને ભકિત તેના મુળ પ્રાચીન રૂપમાં જ જળવાઇ રહે તે માટે પ્રજાજનોએ અને સરકારે જાગૃત થવા ઉપર ખૂબ ભાર મુકયો હતો. સમગ્ર ગુજરાતમાં ફરીને ગરબા જોયા પછી લતીપુરની શ્રી પટેલ રાસ મંડળીના પ્રાચીન રાસ-ગરબા જોયા પછી સંસ્કૃતિ હજુ સચવાઇ રહી છે અને તેનંુ જતન થઇ રહ્યું છે એ માટે પોતાનો રાજીપો વ્યકત કરતા ખુબ ઓછા સમયમાં સૌરાષ્ટ્રના દર્શન અને મહેમાનગતી લહાવો આપવા બદલ મહેન્દ્ર આણદાણીનો આભાર માન્યો હતો.

(3:58 pm IST)