Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

રામોદની હોસ્પિટલમાં દર્દીઓ રામ ભરોષે

કોટડાસાંગાણી, તા.૧૭: રામોદની સરકારી હોસ્પીટલમાં મનમાનીથી લોકો કંટાળી ગયા છે. દર્દીઓને કલાકો સુધી રાહ જોઈને બેસવુ પડે છે. ખાસ કરીને રામોદ તાલુકાનુ સૌથી મોટુ ગામ હોય અને આસપાસના સતાપર સાંઢવાયા બગદડિયા દેતડિયા કરમાળ પીપળીયા ખાંડાધાર વડિયા નાના માંડવા સહીતના પંદરથી વધુ ગામના દર્દીઓ અહીયાજ સારવાર અર્થે આવતા હોય છે. જેથી દર્દીઓનો ધસારો પણ વધુ રહેતો હોય છે. એક તરફ આ વિસ્તારમા શર્દી ઉધરસના વાયરસ હોવાથી દર્દીઓની ભીડ પણ વધુ રહે છે. ખાસ કરીને ગર્ભવતી મહીલાઓ અને નવજાત શીશુઓ માટે સરકાર કરોડોના બજેટ ફાળવે છે તો બીજી તરફ આ હોસ્પીટલમા તો ગર્ભવતી મહીલાઓ પણ હેરાન થાય છે. ત્યારે જોવાનુ એ રહ્યુ કે તંત્ર દ્રારા ફરજમાં બેદરકાર દાખવનાર સ્ટાફ સામે શંુ પગલા લેવામા આવે છે.

આ અંગે જીલ્લા આરોગ્ય અધીકારી જે.એમ.કતીરાએ જણાવેલ કે દર્દીઓ તરફથી જે ફરીયાદો ઉઠી છે. તે અંગે અમે તપાસ કરી રહ્યા છે જે મામલે ડોકટર સહીતનો સ્ટાફ જો કસુરવાર થસે તો તેના વિરૂધ્ધ પગલા જીલ્લા વિકાસ અધીકારી લઈ શકે છે. આ તપાસ પંદર દિવસમા પુરી થયા પછી આનો રીપોર્ટ અમે જીલ્લા વિકાસ અધીકારીને સોંપીશુ ત્યારબાદ તે પગલા લઈ શકે છે.

(12:23 pm IST)