Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ધોરાજીમાં કાલે દશેરાએ ૨૫ ફૂટ ઉંચા રાવણનું દહન

રાવણ દહન પહેલા જયેશભાઇ રાદડીયાની હાજરીમાં આતશબાજી કાર્યક્રમ : હિન્દુ યુવક સંઘનું આયોજન

ધોરાજી તા.૧૭ : હિન્દુ યુવક સંઘ દ્વારા ૨૫ ફુટ ઉંચા રાવણનું રાજયના મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે વિજયાદશમીના રોજ ભારે આતશબાજી સાથે બાપુના બાવલા ચોક ખાતે દહન કરાશે.

ધોરાજી હિન્દુ યુવક સંઘના પ્રમુખ હરકિશન માવાણીએ જણાવેલ કે, તા.૧૮ને ગુરૂવાર વિજયાદશમીના રાત્રીના ૮-૩૦ કલાકે ૨૫ ફુટ ઉંંચા દશ માથાધારી રાવણનું ભારે આતશબાજી સાથે દહન કરવામાં આવશે. જેમાં ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે રાવણ દહન કરાશે.

આ પ્રસંગે એક કલાક ભારે આતશબાજી કરાશે બાદ રાવણદહન કરાશે.

ગુજરાતના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ધોરાજી યાર્ડના ચેરમેન રણછોડભાઇ કોયાણી, રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, હરકિશનભાઇ માવાણી, કે.પી.માવાણી, વિનુભાઇ વૈષ્ણવ, સી.સી.અંટાળા, દિલીપભાઇ ચાવડા, કિશોરભાઇ રાઠોડ, દિલીપભાઇ જાગાણી, કાંતીભાઇ જાગાણી, પ્રફુલભાઇ વઘાસિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

ભાડેરમાં વાઘેલા  પરિવાર દ્વારા હવન

ધોરાજી : તાલુકાના ભાડેર ગામે આગામી તા.૧૮-૧૦-૧૮ને રોજ વાઘેલા પરિવારના કુળદેવી વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતે કાલે તા.૧૮મીએ હવન યોજાશે. જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા હવનમાં પૂજા અર્ચન અને મહાઆરતી યોજાશે અને બપોરે ૩ કલાકે બિડુ હોમાશે તેમજ દેશ વિદેશમાં વસતા વાઘેલા પરિવારના સભ્યો માતાજીની મંદિરે દર્શનાર્થે પધારશે અને આ તકે પરિવારના વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન અભ્યાસમાં સારો દેખાવ કરવા બદલ સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા સન્માનીત કરાશે એમ કનકસિંહ વાઘેલા, નરેન્દ્રસિંહ વાઘેલા, વિક્રમસિંહ વાઘેલા, જે.બી.વાઘેલાએ જણાવેલ હતુ. સાથે ગરબી મંડળની બાળાઓને લ્હાણી વિતરણ કરાશે.(૪૫.૮)

(12:21 pm IST)