Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

દ્વારકામાં લગ્નના નામે છેતરપીંડી કરનાર મહિલાની ધરપકડ

 દ્વારકા તા. ૧૭ :.. ભથાણ ચોકમાં મંજૂરી કામનો મહેનત કરી પેટીયુ રડતા જયસુખ કણઝારીયા કલ્યાણપુર તાલુકાના હરીયાવડ ગામે રહેતા દેવરાજભાઇ મકનભાઇ સત્તવારાના જ્ઞાતિબંધુના કારણે સંપર્કમાં હોય જેથી જયસુખભાઇએ તેઓને સતવારા જ્ઞાતિ સાથેની યુવતીમાં લગ્ન કરવાની ઇચ્છા વ્યકત કરી હતી. જેથી દેવરાજભાઇએ રાજકોટ ખાતે એક યુવતિ તેમના સંપર્કમાં હોય અને લગ્ન કરવાનો તખ્તો ગોઠવાયો હોત.

દ્વારકા આવેલી આ યુવતી  સાથે લગ્ન બાદ પતિ-પત્નીના ત્રણ દિવસના વ્યવહારોમાં સતવારા જસુખને આ યુવતી બનાવટી અને તેમની સાથે છેતરપીંડી કરી રહ્યાનો એહસાસ થતા જયસુખ કણઝારીયા આ યુવતીને પોલીસ સ્ટેશન લાવી દ્વારકાના પી.આઇ. દેકાવડીયા સમક્ષ પોતાની સાથે થયેલ ઘટનાની વિગતો જણાવતા પોલીસે આકરી પૂછપરછ કરતા આ યુવતી પોતે રાજકોટ ખાતેની મધુબેન નરસિંહભાઇ મકવાણા નામની દલીત મહિલા હોય અને પોતે તેમનું નામ સોનલ જણાવ્યું હતું.

દસ્તાવેજના લગ્નમાં માવતરના નામ પણ ખોટા બતાવ્યા હતાં. લગ્ન કરવા માટે આ યુવતીને રૂ. ૧.૪૦ હજાર અને દલાલ દેવરાજને રૂ. પ૦૦૦ નક્કી કરવામાં આવયા હતા. તા. ૧ર-૧૦-૧૮ના રોજ કરવામાં આવેલ લગ્ન બાદ ત્રીજા જ દિવસે બનાવટી સોનલ નામ ધારી મહિલાએ રાજકોટ તેમની માતાને મળવાની જીદ પકડતા ભોગ બનનારી જયસુખને શંકા ગઇ હતી અને બાદમાં સોનલનો ભાઇ કછીતભાઇ દ્વારકા આવ્યો હતો.  અને સમગ્ર બનાવટી પ્રકરણ બહાર આવ્યુ છે. બનાવ બાદ આ બનાવટી સોનલના માતા, ભાઇ તમામ અંડર ગ્રાઉન્ડ થઇ ગયા છે. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. (પ-ર૧)

(12:14 pm IST)