Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

વાડીના શેઢે ગોઠવેલ ઇલેકટ્રીક કરંટમાં શોર્ટ લાગતા રાજકોટના કોળીનું મોત

જસદણના ખડવાવડી ગામનો બનાવ : વાડી માલીક સામે ગુન્હો નોંધાયો

રાજકોટ,તા. ૧૭: જસદણના ખડવાવડ ગામે વાડીના શેઢે ગોઠવી ઇલેકટ્રીક કરંટમાં શોર્ટ લાગતા રાજકોટના કોળી યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બેદરકારી સબબ વાડી માલીક સામે ગુન્હો નોંધાયા છે.

મળતી વિગતો મુજબ જસદણના ખડવાવડી ગામે રહેતા લાલજી ગાડુંભાઇ માલકીયાએ તેની વાડીના શેઢા ફરતે ઇલેકટ્રીક કરંટ ગોઠવેલ હોય આ ઇલેકટ્રીક ખુલ્લા વાયરને વિજય ઉર્ફે કુકો ધનજીભાઇ બાવળીયા (ઉવ.૨૬) રે દુધસાગર રોડ રાજકોટ ચડી જતા વિજકરંટ લાયતા તેનું મોત નીપજ્યું હતું. મૃતક વિજય અને તેના માસીયાઇ ભાઇ રાજુ કાનજીભાઇ કોળી ખડવાવડી ગામે કોઇ કામ સબબ આવ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. બનાવ અંગે રાજુ કોળીએ વાડી માલીક સામે ફરીયાદ કરતા ભાડલા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:16 pm IST)