Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ચોટીલામાંથી યુવતિને ફસાવી અપહરણ કરનાર ધવલ ત્રિવેદીના સગડ મેળવવા પોલીસે દ્વારા ટીમો બનાવી દોડધામ

 ચોટીલા, તા.૧૭: સૌરાષ્ટ્રમાં શિક્ષણ સલગ્ન વયવશાય ની આડમાં યુવતીઓ ફસાવી બળાત્કાર જેવા ગંભીર ગુનામાં જન્મટીપની સજામાં પેરોલ ઉપર છુટી અસલી ઓળખ છુપાવી ફરી યાત્રાધામ ચોટીલામાં વેપારી પરિવારની યુવતીને ફસાવી અપહરણ કરી જવાના ગુનામાં નરાધામ લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી સામે ગુનો દાખલ કરી તેના સગડ મેળવવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

પેરોલ કોના થકી મેળવી, ચોટીલા કેવી રીતે પહોચ્યો, ચોટીલામાં કેટલા દિવસ કયા રહ્યો, કલાસીસ કોના સહકાર થી શરૂ કર્યા કોણે કેવી મદદ કરી, કલાસ માટે મકાન કેવી રીતે મેળવ્યુ, સહિતનાં મુદ્દાઓની સાથે તેને તમામ પ્રકારની મદદ કરનાર લોકોની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ ની ચાર ટીમો ચોટીલાની યુવતીને અપહરણ કરી ઉઠાવી જનાર લપટ આરોપી ધવલ ને પકડી પાડવા અલગ અલગ દિશામાં કામે લાગેલ છે જેમા સ્પેશિયલ ઓપરેશન ગૃપનાં એસ બી સોલંકી, પેરોલ ફર્લો સ્કવોડ નાં એ એ જાડેજા, ટેકનીકલ સેલનાં અનિલ નાયર, જયદિપભાઇ રાવલ, ચોટીલા પીઆઇ પી ડી પરમાર સહિતનાં અધિકારી અને તેમના સ્ટાફની ટીમો એ આ નરાધામ ને પકડવા તપાસ હાથ ધરેલ છે.

તપાસ દરમિયાન સ્થાનિક કક્ષાએ જે સ્થળે કલાસ શરૂ કરેલ તે મકાનની તપાસ અને આવતા અન્ય વિધાર્થીઓની પુછપરછ તેમજ ધવલ ને કલાસ શરૂ કરવામાં મદદ કરનાર એક ખાનગી કલાસીસ નાં સંચાલકની પણ પુછપરછ કરી ઝીણવટ પૂર્વકની વિગતો મેળવી તપાસ શરૂ કરેલ છે.

૧૧ ઓગષ્ટનાં ચોટીલા થી યુવતી ફસાવી ઉઠાવીને નિકળેલ ધવલ ને આંગડીયુ કરી અમદાવાદ આર્થિક મદદ પોહચાડનાર ભાવનગર ના શખસ અને જેના કહેવાથી આર્થિક મદદ કરાયેલ તે મોરબીનાં શખ્સ ને પણ આ બનાવમાં તેઓની ભુમિકા કેટલી તેની તપાસ હાથ ધરાયેલ છે.

આ અંગે લીમડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા એ વાત કરતા જણાવેલ કે આરોપી શાતિર છે આવા ગુનાઓ ભુતકાળમાં કરી ચુકેલ છે અને લાંબો સમય પોલીસનાં હાથ થી દુર રહેલ છે એટલે તેના ભુતકાળનાં ગુનાની પણ દરેક હરકતોનો અભ્યાસ કરી આરોપી અમદાવાદ પછી કઇ દિશામાં ગયો તે અંગે હાલ પોલીસ તપાસમાં છે.

તેમજ આવા ગુનેગારને કોઇ જાતની ઓળખાણ વગર મદદ કરનાર લોકોએ કેવા સંજોગોમાં કેવા આશય થી મદદ કરી તે પણ તપાસનો વિષય છે અને આશા છે કે નરાધામ સુધી પોલીસ પોહચી જશે.

હાલ સમગ્ર બનાવ સૌરાષ્ટ્રમાં ચર્ચા નો વિષય બનેલ છે ત્યારે બિલાડીઓનાં ટોપાની માફક ચાલતા ખાનગી કલાસીસો માટે સરકારે લાયસન્સ પ્રથા અને તેમા કામ કરતા લોકોની આઇ ડી લેવાય તેવા કાયદાઓ અમલમાં લાવવા જોઇએ જેથી આવા નરાધામ લપટોની કોઇ દિકરીઓ શિકાર ના બને અને આવા ગુનાઓ બનતા પ્રમાણમાં અટકાવી શકાય તેવો એક સુર આમ જનતામાં ઉઠેલ છે.

(3:40 pm IST)