Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અટલ બિહારી વાજપેયીની જસદણ મુલાકાત એક યાદગાર સંભારણુ

જસદણ તા. ૧૭ : ગુરૂવારના રોજ દિલ્હી ખાતે દેહ વિલય પામનારા એક ખરા અર્થમાં દેશપ્રેમી ભારતના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજયપી એ વર્ષો પહેલા ચૂંટણી સંદર્ભની  મુલાકાત  જસદણવાસીઓ માટે  યાદગાર બની છે. ખાસ કરીને જસદણ - વિંછીયા પંથકના જરૂરીયાતમંદ માટે ઉઘાડા પગે દોડી જનારા  અને હજુપણ ઢોલ નગારા વગાડ્યા વગર  ચૂપચાપ સેવામાં માનતા  ભાજપના  મોભી અશોકભાઇ મહેતાને ત્યાં વાજપેયજી રહયા હતા. અને ચુંટણી સભા સંબોધી હતી. તેના ફોટા વાયરલ થયા છે. લેખન : હુસામુદ્દીન કપાસી (જસદણ) મો. ૯૯૨૪૦ ૧૪૩૫૨ (૨.૪)

(11:53 am IST)