Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

પ્રભાસપાટણની બાજુમાં અજાણ્યા શખ્સનું અકસ્માતમાં મૃત્યુ

પ્રભાસપાટણ તા.૧૭: વેરાવળ તાલુકાના મીઠાપુર ગામ જતા ઓવર બ્રીજની બાજુમાં અજાણ્યો શખ્સ અકસ્માતમાં મૃત્યુ પામેલ છે. આ વ્યકિતની ૬૫ વર્ષની ઉંમર છે. અને અકસ્માત કરનાર વાહન ચાલક અકસ્માત કરીને નાશી ગયેલ છે. હજુ સુધી આ મરનાર વ્યકિતની કોઇ ઓળખ થઇ નથી આ બાબતની વધુ તપાસ પ્રભાસ પાટણ પો.સબ. ઇન્સ. કે.જી. ચાવડા કરી રહેલ છે. આ વ્યકિતની કોઇને જાણ થાય તો પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનને સંપર્ક કરવો. (૧.૭)

(11:53 am IST)