Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

કચ્છના ભચાઉમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજ્યમંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે ધ્વજવંદન

ભુજ : ટપ્પર ડેમમાં માં નર્મદાનું પાણી પહોંચવું એ ઐતિહાસિક અવસર છે. ટપ્પર ડેમમાં નર્મદાનું પાણી ભરવું તે દિવાસ્વપ્ન હતું પરંતુ રાજયની વિકાસશીલ સરકારે સ્વપ્નને હકિકતમાં પલટાવેલ છે, તેમ શ્રમ અને રોજગારમંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે ભારતના આન-બાન-શાન તિરંગા રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ, નાગરિકોનાં અભિવાદન બાદ કરેલા ઉદ્દબોધનમાં જણાવ્યું હતું.કચ્છના પ્રભારીમંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે ભચાઉ શહેરના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે આજે ૭૨માં સ્વાતંત્ર્ય પર્વેની જિલ્લાકક્ષાની ઉજવણી પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે, કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે કચ્છીઓ પોતાના ઘર-પરિવારોની ચિંતા બાદમાં કરી અને પહેલાં ટપ્પર ડેમની હાલતની પૃચ્છા કરી હતી. જો ટપ્પર ડેમમાં પાણી હશે તો ફરી બેઠાં થઇ શકાશે એવી શ્રધ્ધા કચ્છીઓમાં હતી. આ પ્રસંગે પ્રભારીમંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરના  હસ્તે ભચાઉ તાલુકાના વિકાસ માટે સરકાર દ્વારા  આપવામાં આવેલ રૂ. ૨૫ લાખની ગ્રાંટનો ચેક જિલ્લા કલેકટર રેમ્યા મોહનને અર્પણ કરાયો હતો. પરેડ કમાન્ડર એમ.બી. શેરગીલના નેતૃત્વમાં એસ.આર.પી. જુથ પ્લાટુન, પોલીસ પ્લાટુન, હોમગાર્ડ, જીઆરડી(પુરૂષ-મહિલા) એસપીસી અને બેન્ડ પ્લાટુનોએ ભાગ લીધો હતો. ભચાઉની વિવિધ શાળાના બાળકો દ્વારા દેશભકિત સભર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરાઇ હતી જેને ઉપસ્થિત મહાનુભાવો, લોકોએ તાળીઓથી વધાવી લીધાં હતા.આ પ્રસંગે ૧૫મી ઓગષ્ટ પરેડના સુંદર પ્રદર્શન બદલ તેમજ વિવિધ ક્ષેત્રે ઉલ્લેખનીય સિધ્ધિ અને યોગદાન બદલ ૪૪ જેટલાં પ્રતિભાવંતોને  મોમેન્ટો-પ્રમાણપત્રો મંત્રીશ્રી તેમજ ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, માંડવી-મુંદરા વિભાગના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા, કારોબારી ચેરમેન હરિભાઈ જાટીયા, ભાજપના કચ્છ પ્રભારી બિપીનભાઈ દવે, ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, અરજણભાઈ રબારી,  ભચાઉ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, ભાજપ મહામંત્રી  અનિરૂધ્ધભાઈ દવે, મહિલા મોર્ચાના દિવ્યાબા જાડેજા, વિકાસ રાજગોર, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયાં હતા.જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રભવ જોષી, પૂર્વ વિભાગના પોલીસવડા પરીક્ષિતા રાઠોડ, પશ્ચિમ પોલીસવડા એમ.એસ.ભરાડા, નિવાસી અધિક કલેકટરશ્રી ડી.આર.પટેલ, નાયબ કલેકટર એમ.કે.જોષી, અંજાર-ભચાઉ પ્રાંત અધિકારીશ્રી વી.એન.રબારી, ડીવાયએસપીશ્રી રાકેશ દેસાઇ, સીડીએચઓ ડો. પંકજ પાંડે, માર્ગ-મકાન વિભાગના કા.ઇ. એ.ઓ.શાહ,  એસઆરપીના વિજય પટેલ, શ્રી શર્મા સહિત જુદાં-જુદાં વિભાગોના ઉચ્ચ અધિકારીઓ  અને જિલ્લા/તાલુકાના કર્મયોગીઓ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વૃ્ક્ષારોપણ તેમજ જિલ્લાકક્ષાના અધિકારીઓ દ્વારા અંજારની વિવિધ કચેરીઓની કામગીરીનું નિરીક્ષણ પણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પંકજભાઈ ઝાલા દ્વારા કરાયું હતું. સ્વાતંત્ર્ય પર્વે ભચાઉના અને આસપાસના નગરજનોએ રંગબેરંગી વ સ્ત્રોમાં સજ્જ થઇ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્વાતંત્ર્ય પર્વે ભચાઉ પાસેના વોંધ નજીક આવેલ  આધુનિક સુવિધા સંપન્ન રૂ.૫૩૭ લાખના ખર્ચે નિર્મિત આઇ.ટી.આઇ.નું રાજયના શ્રમ-રોજગારમંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોરના હસ્તે લોકાર્પણ કરાયું હતું.(૨૧.૫)

(11:50 am IST)