Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ગોસા ઘેડમાં ગરીબ પરિવારોની આંતરડી ઠારનાર દાતા મશરીભાઇનું અવસાન

અંતિમ યાત્રામાં આગેવાનો વેપારીઓ સહિત લોકો જોડાયા : અંજલી અર્પી

ગોસા (ઘેડ), તા. ૧૭ : પોરબંદર તાલુકાના ઘેડ વિસ્‍તારના સોમનાથ નેશનલ હાઇવે રોડ પર ગોસા(ઘેડ) ગામના યુવા દાતા અને અનેક ગરીબોની દીકરીઓને સાસરે મોકલનાર, ગરીબોની આંતરડી ઠારનાર તેમજ ગરીબોના બેલી મશરીભાઇ રાજશીભાઇ ઓડેદરાને હૃદયનો પ્રાણઘાતક હુમલો આવતા અચાનક તેમણે પ્રભુની વાટ પકડતા ગોસા(ઘેડ) સહિતના ગામોમાં શોકનું મોજુ ફરી વળેલ  હતું.

પોરબંદર તાલુકાના ગોસા (ઘેડ) ગામે ખેતીના વ્‍યવસાય સાથે સંકળાયેલા ઓડેદરા પરિવારના રાજશીભાઇ ભાયાભાઇ ઓડેદરા પરિવારમાં પત્‍ની લાખીબેન અને પુત્રો શામળમભાઇ, મેરૂભાઇ, પુત્રી સાકરબેન, મશરીભાઇ, પુત્રી જીવીબેન સાથે ગોસા (ઘેડ) ગામના પાદરમાં જ ખેતર હોય ખેતરમાં મકાન બનાવી તેમાં સહકુટુંબ પરિવાર વસવાટ કરતા હતાં. દીલાવર એવા રાજશીભાઇ ભાયાભાઇને હાર્ડએટેક આવતા પ્રભુના પ્‍યારા બની ગયા હતાં. ત્‍યારે નાનપણમાં જ પોતાના માતા-પિતાના ગરીબોની સેવા ચાકરી કરવા સિદ્ધાંત પોતાના પુત્રોમાં પણ આવ્‍યા હોય તેમ તેમાના સૌથી નાનાપુત્ર મશરીભાઇ રાજશીભાઇ ઓડેદરાના પવિારમાં પત્‍ની શાંતિબેન અને સંતાનોમાં એક પુત્ર રાહુલભાઇ અને બે પુત્રીઓમાં પાયલ અને પુજાબેન સાથે પોતાનું ગુજરાન ચલાવતા હતાં. ત્‍યારે માતા પિતાના ગરીબોની સેવા ચાકરી કરવાના સિદ્ધાંત પોતાના જીવનમાં ઉતારીને મશરીભાઇએ ગોસા(ઘેડ) ગામમાં તેમજ અન્‍ય આ વિસ્‍તારના પરગણામાં ગમે ત્‍યાં ધાર્મિક, સામાજિક કે કોઇ ગરીબોના કામ હોય ત્‍યાં પહોંચી જઇ મોટા દિલથી પોતે પોતાના સ્‍વખર્ચે તે કામ કોઇને પણ ખબર ન પડે તે કામ પાર પાડી દેતા હતા.

સ્‍મશાન યાત્રામાં ોસા (ઘેડ) સહિતના તેમના બહોળા મિત્ર મંડળમાં ગોસા(ઘેડ)ના સરપંચ પોલાભાઇ આગઠ, ઉપસરપંચ દેવશીભાઇ આગઠ, પૂર્વ ઉપસરપંચ વિરમભાઇ કે. આગઠ, લીરબાઇ જગ્‍યાના પૂજારી રાજશી ભગત, વેપારીઓ હરીશભાઇ જોશી, કૌશીકભાઇ રૂઘાણી, કારાભાઇ આગઠ, પોરબંદર છાયા નગરપાલિકાના ઉપપ્રમુખ જીવાભાઇ ભુતિયા, મેરૂભાઇ ઓડેદરા, ટુકડા(ગોસા)ના પ્રા. શાળાના આચાર્ય મુરૂભાઇ ઓડેદરા, ગોસાના શિક્ષક અરજનભાઇ બળેજા સહિતના અસંખ્‍ય માણસો તેમની સ્‍મશાન યાત્રામાં જોડાઇને મશીરીભાઇને શ્રદ્ધાંજલી આપી હતી. પિતાને પુત્રી પાયલબેન તથા પુજાબેને કાંધ આપી અને પિતાને અશ્રુતિની શ્રદ્ધાંજલી આપી. મશરીભાઇ તેમની પાછળ પત્‍ની શાંતિબેન, પુત્ર રાહુલ તેમજ પુત્રીઓ પાયલબેન અને પુજાને વિલાપ કરતા છોડી ગયેલ છે.

(11:47 am IST)