Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

જસદણના શિવરાજપુર ગામે ૧૭૦ બોટલ દારૃ પકડાયો ઃ બુટલેગર રાહુલ કોળી છૂ

રાજકોટ તા. ૧૭ ઃ જસદણ તાલુકાના શીવરાજપુર  ગામે સ્લમ વિસ્તારમાં વાડીએ બંધ મકાનમાં રાખેલો ઈંગ્લીશ દારૃ જસદણ પોલીસે ઝડપી લીધો હતો.

જસદણ પોલીસના હેડ કોન્સ્ટેબલ જેન્તીભાઇ ધીરૃભાઇ મજેઠીયા સહિતના સ્ટાફે શીવરાજપુર ગામે  રાહુલ છગનભાઇ વાઘાણી ( કોળી) ની વાડીએ દરોડો પાડી બંધ મકાનમાં છુપાવેલી  ઈંગ્લીશ દારૃની ૧૭૦ બોટલ કિંમત રૃપિયા, ૫૧૦૦૦ ની ઝડપી  લીધી હતી. જો કે આરોપી રાહુલ વાઘાણી નાસી છૂટ્યો હતો. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ રમેશભાઇ  તેજાભાઇ પરમાર ચલાવી રહ્યા છે.

(11:33 am IST)