Gujarati News

Gujarati News

News of Friday, 17th July 2020

એક વર્ષ પહેલા ઉછીના લીધેલા હજાર રૂપિયા માટે હુમલોઃ સાગઠીયા પરિવારના ૪ ઘવાયા

ચોટીલાના જાનીવડલાનો બનાવઃ ભલાભાઇ, તેના પત્નિ અને બે પુત્રો પર વલકુ, શીવકુ, જેઠાએ ધોકા-પાઇપના ઘા કર્યાઃ રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૭: ચોટીલાના જાનીવડલામાં રહેતાં સાગઠીયા વણકર પરિવારના ચાર સભ્યો પર એક વર્ષ પહેલા ઉછીના લીધેલા હજાર રૂપિયાની ઉઘરાણી મામલે હુમલો થતાં ચારેયને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.

જાનીવડલામાં રહેતાં અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં ભલાભાઇ જેશાભાઇ સાગઠીયા (ઉ.૬૦), તેના પત્નિ સમજુબેન ભલાભાઇ (ઉ.૫૫) તથા પુત્રો વિનોદ (ઉ.૨૫) અને કિશોર (ઉ.૩૫) પર ગામના જ વલકુભાઇ કાઠી, શિવકુભાઇ કાઠી અને જેઠાભાઇએ ધોકા-પાઇપથી હુમલો કરી હાથે-પગે-શરીરે ઇજાઓ કરતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ ચોટીલા પોલીસને જાણ કરી હતી.

ભલાભાઇના દિકરા મુકેશે એક વર્ષ પહેલા શિવકુભાઇ પાસેથી હાથ ઉછીના રૂપિયા એક હજાર લીધા હતાં. આ પૈસાની ઉઘરાણી બાદમાં ભુલાઇ ગઇ હતી. પણ હવે અચાનક યાદ આવી જતાં શિવકુભાઇ સહિતે ઘરે આવી તાત્કાલીક રૂપિયા આપી દેવાનું કહેતાં હાલમાં પૈસા ન હોઇ પછી આપશે તેમ જણાવતાં માથાકુટ કરી હુમલો કરાયાનું જણાવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)