Gujarati News

Gujarati News

News of Friday, 17th July 2020

હળવદ માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂત પરિવારોને પ્રીમિયમ વગર રૂ. ૧૩.૫૦ લાખનો અકસ્માતનો વિમો ચુકવાયો

એમબીબીએસનો અભ્યાસ કરતા ૫૪ છાત્રોને રૂ. ૧૦.૮૦ લાખની સ્કોલરશીપ અપાઇ

હળવદ,તા.૧૭: અહીં ના માર્કેટીંગ યાર્ડનું એક સોનેરી સૂત્ર છે કે ખુલ્લી હરરાજી, ખરો તોલ, રોકડા નાણા ચૂકવવા અર્થાત ખેડૂતોની જણસીની ખરીદીમાં પારદર્શીતા જાળવી જણસીનો સાચો તોલ કરીને કોઈપણ સંજોગોમાં ખેડૂતોને પાસેથી ખરીદેલી જણસીનું તાત્કાલિક વળતર ચૂકવવું. આમ ખેડૂતોનું હિત જ માર્કેટીંગ યાર્ડનો મુખ્ય ધ્યેય છે. તેમજ ખેડૂતોના હિતમાં માર્કેટીંગ યાર્ડ દ્વારા અસરકારક નિર્ણયો લેવામાં આવે છે.હળવદના માર્કેટીંગ યાર્ડ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતના પરિવારોને આર્થિક વળતર મળે, તે માટે સરહનીય નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે હળવદ માર્કેટીંગ યાર્ડ દ્વારા વગર પ્રીમિયમે ખેડૂત પરિવારોને આર્થિક વળતર ચૂકવવાનું સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવે છે. જેમાં હળવદ પંથકના ખેડૂતો અકસ્માતનો ભોગ બન્યા હોય એવી આકસ્મિક દ્યડીએ પાછળથી તેમના પરિવારના જીવન નિર્વાહ માટે પ્રીમિયમ વગર અને કોઈપણ લાંબી પ્રક્રિયા વગર સાવ સરળતાથી અકસ્માતનો વીમો ચૂકવામાં આવે છે.

(11:29 am IST)