Gujarati News

Gujarati News

News of Friday, 17th July 2020

ધારી - બગસરામાં ભાજપનો ધમધમાટ, 'પાસ'ના આગેવાનોને 'હાર્દિક' આવકાર

દિલીપ સંધાણી, ધનસુખ ભંડેરી, કાછડિયા, હકુભા વગેરેની હાજરીમાં બેઠકોનો દોર

ધારી-બગસરા પંથકમાં ભાજપના મોભીઓની હાજરીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. તસ્વીર બેઠકો વખતની અને ધારી તાલુકાના પાસના આગેવાનોના ભાજપ પ્રવેશ વખતની છે.

રાજકોટ, તા. ૧૭ : ધારી - બગસરાની પેટા ચુંટણીમાં ભાજપ દ્રારા જિલ્લા પંચાયત સહ બેઠકોનું આયોજન કરવામાં  આવેલ બગસરા તાલુકાની જુના વાઘણીયા અને હામાપુર ખાતે ખેઠક મળી હતી તેમા ભાજપનાં આગેવાનો અને  કાર્યકર્તાઓ હાજર રહેલ.

દલખાણીયા જિલ્લા પંચાયત સીટની બેઠક ભાડેર ખાતે તેમજ ધારી તાલુકાની  ધારી જિલ્લા પંચાયત બેઠકની ધારી ખાતે બેઠક મળી હતી. ધારી તાલુકાનાં પાટીદાર પાટીદાર અનામત સમિતીનાં  આગેવાનો વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારની વિકાસની યાત્રામાં જોડાયેલ. કેસરીયો ધારણ  કર્યા. જેમાં પાસના આગેવાન સર્વે અરવિંદભાઈ સાવલીયા, રાજુભાઈ ગરીયા, ભીખુભાઈ બાંભરોલીયા,  ઘનશ્યામભાઈ નાકરાણી, લાલજીભાઈ રતનપરા, નેહલલાલભાઈ ગજેરા, ઘનશ્યામભાઈ શીરોયા સહીતનો સમાવેશ થાય છે. તેમ જિલ્લા ભાજપની યાદી જણાવે છે.

બેઠકોમાં રાજય સરકારના મંત્રી અને પ્રભારી  ધર્મેન્દ્રસિંહજી જાડેજા, મ્યુ.ફા.બોર્ડના ચેરમેન    ધનસુખભાઈ ભંડેરી, રાષ્ટ્રીય સહકારી અગ્રણી  દીલીપભાઈ સંઘાણી, સાંસદ  નારણભાઈ કાછડીયા, પૂર્વ  મંત્રી  વી.વી.વઘાસીયા, બાવકુભાઈ ઉઘાડ, જિલ્લા ભાજપ પ્રમુખ   હીરેન હીરપરા, મહામંત્રી  કમલેશ  કાનાણી, કોશીક વેકરીયા, પૂર્વ ધારાસભ્ય  જે.વી.કાકડીયા, બાલુભાઈ તંતી, મનસુખભાઈ ભુવા, પૂર્વ જિલ્લા  ભાજપ પ્રમુખ ડો.કાનાબાર , જિલ્લા પંચાયત સભ્ય  ભુપતભાઈ વાળા,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ  રીતેશ સોની,  મંત્રી  ભરત વેકરીયા,   હિતેશભાઈ જોષી, મધુબેન જોષી, જિલ્લા ભાજપ અનુ.જાતી મોરચાનાં પ્રમુખ    શાંતીભાઈ રાણવા, ધારી તાલુકા ભાજપનાં પ્રમુખ  જિતુભાઈ જોષી, મહામંત્રી  અશ્વિનભાઈ કુંજડીયા,  વિપુલભાઈ બુહા, બગસરા તાલુકા ભાજપનાં પ્રમુખ  રમેશભાઈ સતાસીયા, મહામંત્રી  વિપુલભાઈ કયાડા,  મનુભાઈ પાટડીયા, બગસરા શહેર ભાજપ પ્રમુખ  એ.વી.રીબડીયા, મહામંત્રી  મુકેશ ગોંડલીયા, ભાવેશ  મશરાણી, ચલાલા શહેર ભાજપ પ્રમુખ  મનસુખભાઈ ગેડીયા, મહામંત્રી  પ્રકાશભાઈ કારીયા,   હીમંતભાઈ  દોંગા.

(11:26 am IST)