Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પોરબંદર કાંઠે હેનરી બોટમાં રહેલ ડીઝલના મોટા જથ્થાનું કોસ્ટ ગાર્ડ દ્વારા પમ્પીંગ

કોસ્ટગાર્ડ દ્વારા રેસ્કયુ ઓપરેશન તથા બોટમાંથી ડીઝલ પમ્પીંગની તસ્વીરો.

પોરબંદર તા. ૧૭ :.. દરિયામાં ભારે પવન અને મોંજાને કારણે જેટી ઉપર લંગર છૂટી જતાં હેનરી નામની બોટ જૂની દિવા દાંડી સામે દરિયા કાંઠામાં તણાય આવતા ફસાઇ હતી.

કોસ્ટગાર્ડ દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને આ બોટમાંથી રહેલ ડીઝલના મોટા જથ્થાને પમ્પીંગ  કરવાની કામગીરી ચાલી રહી છે.  ગઇકાલે કોસ્ટગાર્ડે રેસ્કયુ હાથ ધરીને બોટમાંથી ૬ ખલાસીઓને હેમખેખ બચાવી લીધા હતાં. હેનરી બોટમાંથી એક વર્ષ પહેલા ૪પ૦૦ કરોડનું હેરોઇન કોસ્ટગાર્ડે પકડી પાડેલ અને ખાલી બોટનું હરરાજીથી વેચાણ કરેલ હતું. બોટમાં ડીઝલનો મોટો જથ્થો છે.

(4:22 pm IST)