Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ડબલ મર્ડર કેસમાં ભીમા દુલા ઓડેદરાની જામીન અરજી સુપ્રિમ કોર્ટ દ્વારા નામંજૂર

 પોરબંદર, તા. ૧૭ : રાણાવાવના આદિત્યાણામાં સંધી પિતા-પુત્રની ૧ર થી ૧૪ વર્ષ પહેલા હત્યા કરવામાં આવી હતી.

જેમાં બોરીચા ગેંગના લીડર ભીમા દુલા ઓડેદરાને પોરબંદરની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.

જે હાલમાં ગોંડલ જેલમાં સજા ભોગવી રહ્યા છે જેના જામીન માટે હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી જે નામંજૂર કરી હતી. ત્યારબાદ સુપ્રિમ કોર્ટમાં ભીમા દુલા ઓડેદરા દ્વારા જામીન અરજી દાખલ કરી હતી. જેનો ચૂકાદો આવતા તેની જામીન અરજી નામંજુર કરી છે.(૮.ર૦)

(4:07 pm IST)