Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

જેતપુરનો સુરવો ડેમ ઓવરફ્લો : બે દરવાજા ખોલાયા

ખજૂરી ગુંદાળા, ખીરસરા, થાણા ગાલોળ સહિતના ગામોને સાવચેત કરાયા

જેતપુરના સુરવો ડેમમાં નવા નીરની આવક થતા સુરવો ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ 40 ફૂટની સપાટીએ ઓવર ફલો થયો છે. ડેમમાં નવા નીરની આવક વધતા ડેમના બે દરવાજા અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમ ઓવરફ્લો થવાના કારણે નિચાણવાળા ખજૂરી ગુંદાળા, ખીરસરા, થાણા ગાલોળ સહિતના ગામોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં  આવી છે.

(12:42 pm IST)