Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

જામનગરના કાલાવડનો ઉંડ-4 ડેમ ઓવરફ્લો : બાલંભડી ડેમ છલોછલ

નીચાળવાળા આઠ ગામોને સાવચેત કરાયા : જામજોધપુર અને ધ્રોલમાં બે ઇંચ વરસાદ

જામનગરમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જામનગરના કાલાવડનો ઉંડ-4 ડેમ ઓવર ફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે. તો કાલાવડ તાલુકાનો બાલંભડી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેથી નીચાણવાળા 8 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.

લોકોને નદીના પટમાં ન જવા માટે લોકોને ચેતાવણી આપવામાં આવી છે. મનગરમાં બે ઇંચ વરસાદ, કાલાવડમાં પાચ ઇંચ વરસાદ પડ્યો છે. તો જામજોધપુરમાં બે ઇંચ, ધ્રોલમાં બે ઇંચ વરસાદ પડ્યો છે.

(12:07 pm IST)