Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

કોટડાસાંગાણીના ભાડુઈ ગામે જંગલી જનાવરે બે વાછરડાના મારણ કર્યા

દિપડો હોવાની આશંકા નકારતુ વન વિભાગ

કોટડાસાંગાણી, તા.૧૭: તાલુકાના ભાડુઈ ગામે રવિવારની રાત્રીના ગામ નજીક નદી કીનારે વાડી ધરાવતા કાળુભાઈ માધાભાઈ ધોકળીયાની વાડીએ બાંધેલ બે વાછરડાના અજાણ્યા જનાવરે મારણ કરી ફાડી ખાતા આ અંગે વાડી માલિક તેમજ સરપંચે વન વિભાગને જાણ કરતા આર એફ ઓ પી આર બાલાસરા તથા મીનાક્ષી બેન જાળેલા અશોકભાઈ મીયાત્રા ફોરેસ્ટર જેઠવા ભાડુઈ દોડી ગયા હતા અને અજાણ્યા જંગલી જનાવરના સગડ મેળવી વાછરડાઓના પી એમ માટે ગોંડલથી ડોકટરોની ટીમ બોલાવી હતી.

બે વાછરડાનુ મારણ કરનાર આ જંગલી જનાવર કોઈ અન્ય પાલતુ પશુઓ તેમજ માનવીને નુકસાન ન પહોંચાડે તે માટે વન વિભાગ ના અધિકારીઓએ ચાલુ વરસાદમા પણ સારી એવી કામગીરી કરી જનાવરને પકડવા પીંજરુ ગોઠવ્યુ હતુ.

આ અંગે ફોરેસ્ટર જેઠવાએ જણાવેલકે કોઈપણ ગામલોકોએ દિપડાને જોયેલ નથી ભાડુઈ ગામના સરપંચ તેમજ લોકો દિપડો હોવાની શંકાઓ વ્યકત કરી રહ્યા છે પરંતુ દિપડો હોય તોતે હંમેશા પશુના મોઢાપર હુમલો કરતા હોય છે.પરંતુ અહિયા છાતી અને પીઠના ભાગે હુમલો કરેલ છે આ જંગલી જનાવર દિપડો નહી પરંતુ નાયડો હોવાની આશંકા લાગી રહી છે.

(11:39 am IST)