Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પોરબંદરમાં ખાડાં બુરવા માટીનો ઉપયોગઃ વરસાદ બાદ ઠેર-ઠેર રબડી

પોરબંદર તા.૧૭: અહીં વરસાદનાં ઝાપટાં બાદ ઠેર-ઠેર રોડ ઉપર રબડી થઇ છે. નગરપાલિકા દ્વારા માણેક ચોકથી જુની સ્મશાનભૂમિ સુધી કસ્તુરબા ગાંધી રોડ ઉપર ખાડાં બુરવા ઠેર-ઠેર પીળી માટી નાખી છે. ઝાપટા પડતા ઠેર-ઠેર રબડી થતાં લોકોને ચાલવામાં મુશ્કેલી પડે છે. વાહનચાલકો સ્લીપ થઇ જાય છે.

અષાઢી બીજે રામદેવપ્રભુની શોભાયાત્રા નીકળી ત્યારે રબડીવાળા રોડ ઉપર પસાર થવું મુશ્કેલ બન્યું હતું. બીજીબાજુ આખલા યુધ્ધને લીધે જુમ્મા મસ્જિદ પાસે રોડ ઉપર ટ્રાફિક નિયંત્રણ માટે રાખેલ લોખંડનો પોલ મુળથી નીકળી ગયો હતો કુંભારવાડામાં રોડ ઉપર રબડી રાજ અને રાત્રે સ્ટ્રીટલાઇટ બંધ હોય લોકોને મુશ્કેલી પડી રહી છે. (૧.૮)

(10:36 am IST)