Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

પોરબંદરની બિરલા ( નિરમા ) કેમિકલ્સ ફેકટરીમાં કામ કરતા સુરતના યુવા એન્જીનીયર પ્લાન્ટના ત્રીજા માળેથી નીચે પટકાતા મૃત્યુ

થોડા સમય પહેલા ફેકટરીમાં માંચડો તૂટી પડતા 4 કામદારોનો ભોગ લેવાયા બાદ ત્રીજા મહિનામાં બીજો અકસ્માત

પોરબંદર : બિરલા ( નિરમા ) કેમિકલ્સ ફેકટરીમાં કામ કરતા સુરતના યુવા એન્જીનીયર નિકુંજ રાવલ ( ઉ,વ, 22 ) પ્લાન્ટના ત્રીજા માળેથી અકસ્માતે નીચે પડી જતા તેમનું મૃત્યુ થયું છે, મરનાર યુવા એન્જીનીયરના મૃતદેહને પી,એમ, માટે સરકારી હોસ્પિટલે લઇ જવાયેલ છે,

   થોડા સમય પહેલા બિરલાફેકટરીમાં ઉભો કરાયેલ માંચડો તૂટી પડતા તે સમયે 4 કામદારોના મૃત્યુ થયેલ હતા, ત્યાર પછી ફેકટરીમાં  3 માસમાં બીજો અકસમાત થતા યુવા એન્જીનીયરનું મૃત્યુ થયેલ છે

  યુવા એન્જીનીયરના મૃત્યુના બનાવ અંગે પૂરતી તપાસ કરાશે કે કેમ તે પ્રશ્નની કામદારોમાં ચર્ચા થઇ રહેલ છે

(8:47 pm IST)