Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

વૈશ્વિક ઐતિહાસિક હડપ્પન વિરાસત કચ્છના ધોળાવીરા મધ્યે યોગ દિવસની ઉજવણી: કેન્દ્રિય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ઉજવાશે યોગ દિવસ

દેશના ૭૫ આઇકોનિક સ્થળોએ ઉજવાશે યોગ દિવસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ : કેન્દ્રિય સંચાર રાજયમંત્રીશ્રી દેવસિંહ ચૌહાણ તા.૨૧/૬ના એક દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ ૨૧મી જુનના સવારે ૫.૩૦ કલાકે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ધોળાવીરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેશે.

દેશના ૭૫ આઇકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે જેમાં ગુજરાતના કચ્છમાં આવેલ વૈશ્વિક હડપ્પન વિરાસત ધોળાવીરાનો પણ સમાવેશ થાય છે.

(6:18 pm IST)