Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી કાલે કચ્છમાં: ભુજ અને ગાંધીધામમાં કાર્યક્રમો

ભુજ ખાતે જિલ્લાના અગ્રણી સામાજિક સંસ્થાઓ સાથે બેઠકમાં હાજરી આપશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ :ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન (રાજયકક્ષા) રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલા)ના મંત્રી હર્ષ રમેશકુમાર સંઘવી કાલે તા.૧૮/૬/૨૦૨૨ના એક દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. 

તેઓ ૧૮મીએ સવારે ૯ કલાકે સર્કિટ હાઉસ, ભુજ મધ્યે જિલ્લાના પદાધિકારીશ્રીઓ સાથે મુલાકાત કરશે. સવારે ૧૦ કલાકે સર્કિટ હાઉસ, ભુજ ખાતે જિલ્લાના અગ્રણી સામાજિક સંસ્થાઓ સાથે બેઠકમાં હાજરી આપશે. બપોરે ૧૫.૩૦ કલાકે પોલીસ હેડ કવાર્ટર, શિણાય તા.ગાંધીધામ ખાતે પોલીસ કર્મચારીઓના નેત્ર સુરક્ષા કાર્યક્રમમાં હાજરી આપશે. ૧૬ કલાકે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, ગાંધીધામ મધ્યે જિલ્લાના સ્થાનિક ઉધોગપતિઓ તેમજ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે. સાંજે ૧૭ કલાકે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, ગાંધીધામ મુકામે જિલ્લાના પદાધિકારીઓ અને જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે સંકલન બેઠકમાં હાજર રહેશે. ૧૯ કલાકે હોટલ રેડિશન, ગાંધીધામ ખાતે ન્યુઝ-૧૮ દ્વારા પોલીસ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

(6:16 pm IST)