Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

લીંબડી સબ જેલમાંથી ભાગી છૂટેલ હત્યાનો આરોપી બાબુ ઉર્ફે ટાપુડીયો પરમાર જસમતપર પાસેથી ઝડપાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૭ : સુરેન્દ્રનગર જિલ્લાની જેલોમાંથી આરોપીઓ નાસી છૂટવાના બનાવવા છેલ્લા ઘણા સમયથી વધતા જઈ રહ્ના છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી અને ધાંગધ્રા બંને સમય છેલ્લા ઘણા સમયથી આ મામલે ચર્ચામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંમડી સબજેલમાં ત્રણ દિવસ પહેલા જેલની દીવાલ કૂદી અને હત્યા કેસનો આરોપી નાસી છૂટવા પામ્યો હતો.

 સુરેન્દ્રનગર જિલ્લાના પાણશીણા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુના આરોપી બાબુ ઉર્ફે ટપુ પરમાર છેલ્લા અને સમયથી લીમડી સબ જેલમાં સજા કાપી રહ્ના છે તેવા સંજોગોમાં અચાનક લીમડી સબ જેલની દીવાલ કૂદી અને આરોપી ફરાર બની જવા પામ્યો હતો ત્યારે આ મામલે પોલીસ તંત્ર દ્વારા નાકાબંધી સહિત કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આવા સંજોગોમાં આરોપીના ઘર તેમજ પરિવારજનોને પણ રહેણાંક વિસ્તારની તલાસી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

(4:39 pm IST)