Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

પુત્રવધુને ત્રાસ આપવાની ફરિયાદમાં સાસરીયાનો છૂટકારો

રાજકોટ,તા. ૧૭: ગોંડલના રિબડા ગામે રહેતા કુસુમબેન નામના પરિણીતાએ તેમના પતિ નરેન્‍દ્રભાઈ પ્રેમજી પરમાર, સસરા પ્રેમજીભાઈ જીવાભાઈ પરમાર, કમલેશભાઈ પ્રેમજી, જયોતિબેન કમલેશભાઈ, શાંતાબેન પ્રેમજી, હેમંત વિરમ સાગઠીયા અને ચંદ્રિકાભાઈ હેમંતભાઈ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કર્યાની કલમો હેઠળ પોલીસમાં ફરિયાદ કરી હતી.

આ કેસ ચાલકે ઉપર આવતા ગોંડલની કોર્ટે આરોપીઓને શંકાના આધારે નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલો. આ નિર્ણયને રાજકોટ સેશન્‍સ કોર્ટમાં પડકારતા આરોપીના વકીલ ચેતન વિઠ્ઠલાપરાની ધારદાર દલીલો અને ટાંકેલા ચુકાદાને ધ્‍યાને લઇ સેશન્‍સ કોર્ટે નીચલી અદાલતનો ચુકાદો કાયમી રાખતો હુકમ કર્યો છે.

આ કેસમાં વિઠ્ઠલાપરા સોલીસીટર એન્‍ડ એસોસીએટના એડવોકેટ ચેતન એસ. વિઠ્ઠલાપરા, સાગર સરવૈયા, લવજીભાઈ ભલગોતર, ભાવેશભાઈ જેઠવા, પી.બી. જેઠવા, જે.ડી. બથવાર, વી.કે. વણસરા, કિરીટભાઈ ગોહિલ, સંજયભાઈ ચાવડા, યાત્રી ચાવડા વગેરે રોકાયેલા હતા.

(3:24 pm IST)