Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

દ્વારકા જીલ્લામાં મહીલાઓને મોહજાળમાં ના ફસાવા તથા વિના સંકોચે ફરીયાદ માટે ડીવાયએસપી નીલમ ગોસ્વામીની અપીલ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૭: ખંભાળીયા તથા કલ્યાણપુર પંથકમાં યુવતીઓ તથા પરણીત મહિલાઓ ને સાથે વોટસઅપ ચેટીંગ, વિડીયો કોલીંગ તથા તેમના સ્ક્રીન શોટ લઇને પછી વિવિધ માંગણીઓ મુકીને એ ના સ્વીકારાય તો ફોટા સ્ક્રીન શોટ વાઇરલ કરવાની ધમકી  અને મહીલાઓને ક્ષોભજનક સ્થિતિમાં મુકવા કાર્યવાહી થતી હોય તાજેતરમાં  દોઢ વર્ષથી ચાલતી આવી કાર્યવાહીને એસપી નીતેષકુમાર પાંડેના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ પો.ઇ. ખુશ્બુબેન યાજ્ઞીક સાથે કાર્યવાહી કરીને લંપટીને પાઠ ભણાવ્યા હતા.

 ડી.વાય.એસ.પી. નીલમ ગોસ્વામીએ યુવતીઓ તથા મહીલાઓએ આવા આવારા તત્વોની મોહજાળમાં ના ફસાવા તથા વિના સંકોચે ફરીયાદ કરવા આવવા અપીલ કરીને તેમની તમામ વાત ખાનગી રહેશે તથા જવાબદારો સામે કડક કાર્યવાહી થશે તેમ જણાવી ને જુઠાણા તથા મોહજાળમાં ના ફસાવા જણાવાયું છે.

(2:01 pm IST)