Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

રવિવારે જામનગરમાં વતનના વિસરાયેલા વીરોની વાત લઇને રાષ્ટ્રભકિતથી તરબોળ કરનારા 'વિરાંજલી' મલ્ટી મીડિયા શો

જામનગર : જામનગર અકિલા કાર્યાલય ખાતે જાણીતા હાસ્ય કલાકાર સાઇરામ દવે, જાણીતા દિગ્દર્શક વિરલ રાચ્છ અને ભાજપના શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાજપના મીડિયા સેલના કન્વીનર ભાર્ગવ ઠાકર સહિતના અગ્રણીઓ આવ્યા હતા. જામનગરમાં રવિવારે વિરાંજલી કાર્યક્રમ અંતર્ગત અકિલા પરિવાર જામનગરના બ્યુરો ચીફ મુકુંદભાઈ બદીયાણીને વિગતો આપી લોકોને વધુ ને વધુ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા ૧૭ : ગુજરાત રાજય રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િવિભાગ દ્વારા આયોજિત 'આઝાદીકા અમૃત મહોત્સવ' અંતર્ગત ભારત દેશની આઝાદીનો રકતનિતરતો અને હૃદયસ્પર્શી ઈતિહાસ રજુ કરતો ગુજરાતનો સૌ પ્રથમ મેગા મ્યુઝિકલ શો 'વિરાંજલી'નું જામનગરના આંગણે રવિવારે સાંજે ૮.૦૦ વાગ્યે પ્રદર્શન મેદાનમાં આયોજન થયું છે.

નગરજનોએ આ મલ્ટીમીડિયા શોનુ અચૂક નિહાળવો જોઈએ. ભારતની નવી પેઢીમાં રાષ્ટ્રભકિતના સંસ્કારો જાગૃત થાય, એવા ઉદેશ્યથી બનાવાયેલા અને સાંઇરામ દવેએ સમગ્ર સ્ક્રિપ્ટ લખ્યા પછી તેઓ સૌપ્રથમ આ ડ્રામામાં અભિનય કરી રહ્યા છે. જયારે સમગ્ર 'વિરાંજલી મલ્ટીમીડિયા શા'નુ દિગ્દર્શન નગરના જ વિરલ રાચ્છ કરી રહ્યા છે.

આ કાર્યક્રમ તદન નિઃશુલ્ક છે, અને નવી પેઢીમાં રાષ્ટ્રભકિત ના સંસ્કારો જાગૃત થાય, તેમજ કાળની રેતીમાં ગર્ત થયેલા ક્રાંતિવીરોની કેટલીક સાવ અજાણી વાતો જાણવા માટે આ મલ્ટીમીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું છે.

ઙ્ગગુજરાતના યુવાનોને ગમે, અને ગળે ઉતરે તેવી શૈલીમાં અત્યાધુનિક સ્ટેજ અને સ્ક્રીનપ્લે સાથેના આ મલ્ટીમીડિયા શો વિરાંજલી સમિતિ પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત 'વિરાંજલી' કાર્યક્રમ ગુજરાતના જુદા-જુદા ૧૨ શહેરોમાં રજૂ થઇ ને ૧૩માં પ્રયોગ રૂપે જામનગરમાં રજૂ કરાશે. દેશ માટે ફાંસીના તખ્તા પર ચડનારા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના જીવન અને કવન ને ખૂબ જ સચોટ અને રસાળ શૈલીમાં સાઈરામ દવેએ લખ્યું છે, દેશભકિતના ગીતો સાથે રજુ થનારા ગુજરાતના સૌથી મલ્ટીમીડિયા શોમાં વિરાંજલી કાર્યક્રમ ને નાટક સ્વરૂપે દેશભકિત અને અવનવા દેશભકિતના ગીતો સાથે શો રજૂ કરવામાં આવશે. તેમજ શહીદ વીરો ની ઝાંખી બતાવવામાં આવશે.

આ કાર્યક્રમ માટે તદ્દન નવા દેશભકિત ગીતોની રચના કરાઈ છે. જેને કિર્તીદાન ગઢવી, દિવ્યા કુમાર, ઓસમાણ મીર, ગીતા રબારી, ભૌમિક શાહ વગેરેએ સ્વર આપ્યો છે, તેમજ રાહુલ મૂંજારિયાએ એકદમ ફયૂજન સાઉન્ડ ટ્રેક પર સંગીતબદ્ઘ કર્યા છે. ૧૦૦ થી વધુ કલાકારો સાથેના 'વિરાંજલી' મેગા શોને દિગ્દર્શક વીરલ રાચ્છ એ ડિરેકટ કરેલું છે, ત્યારે અંકુર પઠાણે કોરિયોગ્રાફી કરી છે. સમગ્ર ઈવેન્ટ ધ વિઝયુલાઈઝરના સી.ઇ.ઓ. જીતેન્દ્ર બાંધણીયા દ્વારા કો-ઓર્ડીનેટ કરવામાં આવ્યો છે.

ઙ્ગજામનગર શહેર માટે અવિસ્મરણીય બનનારા દેશ ભકિતના ગીતો-સંગીત સાથેના 'વિરાંજલી' મલ્ટીમીડિયા શોનુ સર્વેએ નિદર્શન કરવા અપીલ કરાઇ છે.

(1:50 pm IST)