Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

જંત્રાખડી ગામે બાળકી ઉપર દુષ્‍કર્મ આચરીને મોતને ઘાટ ઉતારનાર આરોપી સામે સીટની રચના કરાઈ : એસ.પી મનોહરસિંહ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૭: ગીર સોમનાથ જીલ્લાનાએ પત્રકારોને જણાવેલ હતું કે નાનકડા એવા ગામમાં ૮ વર્ષની માસુમ બાળા ની ઉપર બળાત્‍કાર કરી ખુન કરનાર આરોપી સામે સીટની રચના કરાયેલ છે તુરતજ ચાર્જ સીટ રજુ કરી દેવામાં આવશે રાજય સરકાર દ્રારા પણ વ્‍હેલીતકે કાર્યવાહી પુર્ણ થાય તે માટે સુચના અપાયેલ છે.

ગીર સોમનાથ જીલ્લાના એસ.પી મનોહરસિંહ જાડેજા એ પત્રકારોને જણાવેલ હતું કે નાનકડા એવા જત્રાખડી ગામે બાળકી ઉપરબળાત્‍કાર કરી ખુન કરનાર આરોપીને તુરતજ ઝડપી લેવામાં આવેલ છે છ દિવસ ના રીમાન્‍ડ લેવામાં આવેલ છે તમામ પુરાવાઓ ભેગા કરાયેલ છે તેને એફએસએલમાં મોકલાયેલ છે તુરતજ ચાર્જ સીટ રજુ કરવામાં આવશે રાજય સરકાર દ્રારા પણ સુચના આપવામાં આવેલ છે વ્‍હેલામાં વ્‍હેલી તકે ટ્રાયલ ચલાવવામાંઆવે વધુમાં વધુ સજા મળે કોઈપણ પુરાવા બાકી ન રહે તે માટે સીનીયર અધિકારીઓની સીટ ની રચના કરાયેલ છે તેમાં પાંચ અધિકારીઓ નો સમાવેશ થયેલ છે આરોપી ને વધુ ને વધુ સજા થાય તેજ પોલીસ અને સરકાર નો ઈરાદો છે તેમ જણાવેલ હતું.

(1:41 pm IST)