Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

જેતપુરમાં નવરંગ નેચર કલબ દ્વારા લાફીંગ યોગા પરિવારના સહયોગથી શાકભાજી બિયારણનું વિનામૂલ્‍યે વિતરણ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૭ : ચોમાસુ શરૂ થતા ફુલછોડ તેમજ વૃક્ષો વાવવા માટેનો યોગ્‍ય સમય શરૂ થયો  હોય નવરંગ  નેચર કલબ રાજકોટ અને શહેરની લાફીંગ એન્‍ડ યોગા પરિવાર સંસ્‍થાના સંયુકત ઉપક્રમે આગામીત ા.૧૯ રવિવારના રોજ ડો. વાધવાણી સાહેબના દવાખાના પાસે કણકીયા પ્‍લોટ ખાતે સવારે ૮ થી ૧ દરમિયાન ચોમાસુ શાકભાજીના બીયારણ ગુવાર, ભીંડો, રીંગણી, મરચી, ટમેટી, ચોરી, કારેલા, ગલકા, તુરીયા, દુધી કાકડી ચીભડા જેવા ૧ર જાતના બીયારણના પેકેટનું વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવશે. ઉપરાંત મોગરો, કોટોન, રસુલીયા, કાશ્‍મીરી ગુલાબ મધુકામીની લીલી ૧પ જાતના રંગવાળા ગુલાબના રોપ રાહતદરે વિતરણ કરાશે.

નવરંગ નેચર કલબના પ્રમુખ વી.ડી.બાલા  દ્વારા વર્ષ દરમિયાન જુદા જુદા ગામોમાં ર૦૦ વર્ષનું આયુષ્‍ય ધરાવતા વૃક્ષોના રોપાઓનું વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવે છે. સાથે સાથે ચકલીના માળા પાણીના કુંડા પણ સંસ્‍થાના સહયોગથી વિતરણ કરાય છે.

(1:36 pm IST)