Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

પાકિસ્તાનની જેલમાંથી મુકત ૨૦ ભારતીય માછીમારો સંભવત ૨૦મીએ વાઘા બોર્ડર પહોંચશે

 (હેમેન્દ્રકુમાર પારેખ) દ્રારા પોરબંદરના જેલમાંથી ૨૦ ભારતીય માછીમારોને છોડી મુકવાની પાકિસ્તાન સરકારની જાહેરાત બાદ આ મુકત થયેલા માછીમારો તા.૨૦મીએ વાઘા બોર્ડરે પહોંચશે તેવી સંભાવના છે.

કચ્છના જખૌ આંતરરાષ્ટ્રીય જળસીમાએ પાકિસ્તાન મરીન સીકયુરીટી અવારનવાર ભારતીય જળ સીમામાં ઘુસી જઇને ત્યાં ફિશીંગ કરતા માછીમારોનું અપહરણ કરી જાય છે. પાકિસ્તાન મરીન સીકયુરીટીઝે અપહરણ કરેલ ભારતીય માછીમારોને કે જેમાં મોટાભાગના સૌરાષ્ટ્રગુજરાતનીઓની પાકિસ્તાનની જેલમાં હાલ સંખ્યા ૫૫૩ની છે. જેમાંથી ૨૦ માછામારોને મુકત કરવાની પાકિસ્તાન સરકારે જાહેરાત કરી છે. પાકિસ્તાન જેલમાંથી મુકત ૨૦ ભારતીય માછીમારોને વાઘા બોર્ડરમાં ભારત સરકારને સોપીં આ મુકત થયેલ ભારતીય માછીમારો પાકિસ્તાનથી તા ૨૦ સુધીમાં પહોંચી જાય તેવી સંભાવના છે.

વાઘા બોર્ડરથી ભારત સરકાર દ્વારા આ માછીમારોને વતન જવા વાહન વ્યવસ્થા કરાશે. પાકિસ્તાનની જેલમાંથી મુકત થયેલ માછમારોમાં કાનજી જાદવ, મનુ નારભિ, નાના વાઘા, જેશા પરબત, રમેશ ડાયા, દિનેશ મેઘા, દેવશી બાબુ, મેરુ દેવશી નાટલા ઓઘાડ, કાળુ, લાલજી  રુષા, નાનજી હમીર, દિનેશ ભીખા, અબુ ગફાર,  યુનુસ અલી, નિશાર કરુલી, અકીલ યુનુસ, અમીત સુલેમાન ફરીદ અનવર અને અનીષ અદિલનો સમાવેશ થાય છે.

(1:31 pm IST)