Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

કોડીનાર ગોસ્‍વામી સમાજની બાળા પર દુષ્‍કર્મ અંગે ભાણવડ દશનામ ગોસ્‍વામી સમાજનું આવેદન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૭ : કોડીનારના જંત્રાખડી ગામે ગોસ્‍વામી સમાજની નાની બાળા પર થયેલા દુષ્‍કર્મના બનાવ અંગે ગઇકાલે ભાણવડમાં દશનામ ગોસ્‍વામી સમાજ દ્વારા સામૂહિક રીતે રેલી કાઢીને આવેદનપત્ર આપીને આ ગુનાહિત કાર્ય કરનાર આરોપીને સમાજમાં દાખલારૂપ ફાંસી જેવી સજા થાય તથા ભોગ બનનારના માતા-પિતાને ન્‍યાયની માંગ સાથે મામલતદાર તથા અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. જેમાં દશનામ ગોસ્‍વામી સમાજના આગેવાનો, જ્ઞાતિજનો તથા કાર્યકરો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

(2:00 pm IST)