Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

વિસાવદરના ૭૮ વર્ષના ભાજપ સમર્પિત પીઢ લઘુમતી અગ્રણી ગફારભાઇ ભોરે ધોમધખતા તાપમાં સતત ત્રણ દિ' વિસ્‍તારક તરીકે પ્રેરણારૂપ શ્રેષ્‍ઠ કામગીરી કરતા ભવ્‍ય સન્‍માન

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદરઃ અલ્‍પકાલીન વિસ્‍તારક યોજના અંતર્ગત માણાવદર વિધાનસભામાં સમાવિષ્ટ માણાવદર તાલુકાના વેકરી શક્‍તિ કેન્‍દ્રના બુથો ઉપર વિસ્‍તારક તરીકે વિસાવદર નગર પાલિકાના પૂર્વ સેક્રેટરી અને જૂનાગઢ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ ગફારભાઈ હાસમભાઇ ભોર (ઉ.વ.૭૮)એ વિસાવદરથી માણાવદર અને માણાવદરથી ૩૦ કિ.મી. દુર વેકરી ગામે ધોમધખતા તાપમાં જઈને વિસ્‍તારક તરીકેની પ્રેરણારૂપ શ્રેષ્ઠ કામગીરી કરી હતી.એસ.ટી.બસમાં ગયેલા વિસ્‍તારક ગફારભાઈ ભોર માણાવદરના ધારાસભ્‍ય જવાહરભાઈ ચાવડાના નુતન મીલે ગયા હતા ત્‍યાં હાજર ગોપાલભાઈ દાવડાએ જમવા સહીતની બધીજ વ્‍યવસ્‍થા કરી આપી હતી. ભાજપના સિનિયર અગ્રણી અને સિનિયર સીટીઝન એવા ૭૮ વર્ષીય ગફારભાઈ ભોરને વિસ્‍તારક તરીકેની યશસ્‍વી કામગીરી કરવા બદલ પક્ષ દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. વિસાવદર ભાજપ કાર્યાલય ખાતે પાર્ટીનાં જિલ્લા-તાલુકાનાં વરિષ્ઠ આગેવાનો-કાર્યકરોની ઉપસ્‍થિતિમાં સન્‍માનિત કરી તેમની પ્રેરણારૂપ કામગીરીને સૌએ બિરદાવી હતી.

(1:27 pm IST)