Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ગારીયાધાર તાલુકાના મેસણકા ખાતે ૨૨૦ કે.વી. સબસ્ટેશનનું લોકાર્પણ

 અમરેલી,તા.૧૭ :  અમરેલી સંસદીય વિસ્તાર હેઠળ આવતા ગારીયાધાર તાલુકાના મેસણકા ગામે સરકાર તરફ થી રૂ. ૬૭.૧૪ કરોડના ખર્ચે મંજુર કરી, નવનિર્માણ પામેલ ૨૨૦ કે.વી. સબસ્ટેશનનું અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

 આ તકે સાંસદએ જણાવેલ હતું કે, મેસણકા સબસ્ટેશન કાર્યાન્વિત થતા ગારીયાધાર, જેસર, પાલીતાણા અને શિહોર તાલુકાના ગામોને પૂરતા દબાણથી વીજળી -ાપ્ત થશે અને ખેતી તેમજ બિનખેતી ગ્રાહકોને વિના વિક્ષેપે વીજ પુરવઠો મળી રહશે.

 આ કાર્યક્રમમાં અમરેલી જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન  પુનાભાઈ ગજેરા, ભાવનગર જીલ્લા ભાજપ મંત્રીઓ   મોહનભાઈ ભંડેરી અને  બટુકભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ   જયસુખભાઈ ખૂટ, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ   વી.ડી.સોરઠીયા, નગર પાલિકા પ્રમુખ   પ્રફુલભાઈ કાત્રોડિયા, માર્કેટિંગયાર્ડ ચેરમેન  ભાવેશભાઈ ગોરશિયા, તાલુકા મહામંત્રી રાજપાલસિંહ ગોહિલ,   બળવંતભાઈ ખસીયા, પ્રદેશ કિસાન મોરચા કારોબારી સભ્ય  ભરતભાઈ ધામેલીયા, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ રમેશભાઈ ગોયાણી, શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ જાદવ, યુવા મોરચા ઉપપ્રમુખ  યુસુફભાઈ જુણેજા, સરપંચ  સજુભાઈ જુણેજા, ઉપસરપંચ   પંકજભાઈ ગઢવી, પૂર્વ ઉપસરપંચ   નાજીરભાઈ સહિતના આગેવાનો, અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:25 pm IST)