Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

જૂનાગઢના દોલતપરાના શખ્સની દેશી બનાવટની પિસ્ટલ સાથે ધરપકડ

રાત્રીના ઍસઓજીની કાર્યવાહી

(વિનુ જાશી) જૂનાગઢ તા. ૧૭ : જૂનાગઢના દોલતપરાની નેગીનાથનગર સોસાયટીમાં મંગલધામ આશ્રમ પાસે રહેતો રમેશ કાળુ ગોજીયા દોલતપરા ખાતેના અનાજ યાર્ડવાળા મેઇન રોડ ઉપર હથિયાર સાથે આંટાફેરો કરતો હોવાની બાતમી ઍસઓજીને મળી હતી.

 
આથી ડીઆઇજી મન્નીદર પ્રતાપસિંહ પવાર અને ઍસપી રવિ તેજા વાસમ સેટ્ટીની સુચનાથી જૂનાગઢ ઍસઓજીના પીઆઇ ઍ.ઍમ.ગોહિલના માર્ગદર્શનમાં પી.ઍસ.આઇ. જે.ઍમ.વાળા તેમજ હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધભાઇ વગેરેઍ રાત્રે ૧૦.૫૦ની આસપાસ દોડી ગયા હતા અને રમેશ કાળુને કોર્ડન કરી તેની તલાશી લીધી હતી. 


જેમાં આ શખ્સ પાસેથી પરવાના વગરની દેશી હાથ બનાવટની પિસ્ટલ મળી આવતા તેની ઍસઅોજીઍ ધરપકડ કરી હતી. 


પ્રાથમિક પૂછપરછમાં રમેશે હથિયાર દોલતપરા ખાતેના કિરીટનગરમાં રહેતો અમીરમિંયા મહમદમિંયા મટારી પાસેથી મેળવ્યું હોવાનું જણાવ્યું હતું. 


ઍસઓજીઍ રૂ. ૨૫ હજારની કિંમતની પિસ્ટલ કબ્જે કરી ઍ-ડીવીઝન પોલીસમાં બંને વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 


વિશેષ તપાસ ઍસઓજી પીઆઇ શ્રી ગોહિલ ચલાવી રહ્ના છે.

(1:24 pm IST)