Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ખંભાળિયાની યુવતી સાથે લગ્નનું નાટક કરી દુષ્‍કર્મઃ ગર્ભવતી યુવતીને ગર્ભપાત થતા ગુનો નોંધાયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૧૭: ખંભાળિયામાં રહેતી એક યુવતીને છેલ્લા આશરે આઠેક માસના સમયગાળા દરમિયાન મિત્રતા કેળવી અને એક શખ્‍સ દ્વારા દુષ્‍કર્મ ગુજારી, ગર્ભવતી બનાવ્‍યા બાદ તરછોડી દીધા બાદ આ યુવતીને ગર્ભપાત થઈ જતાં આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્‍યો છે.

આ અંગે ભોગ બનનાર યુવતીએ ખંભાળિયામાં રહેતા મનોજ વીરકુમાર કેસરી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કેમનોજ દ્વારા પોતાની સાથે મિત્રતા કેળવી અને પ્રેમ સંબંધ બાંધ્‍યો હતો. ત્‍યાસ્‍બાદ તેઓએ મંદિરમાં ફૂલહાર કરી, મનોજ દ્વારા યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાનું જણાવી અને અવારનવાર તેણી સાથે શરીર સંબંધ બાંધ્‍યો હતો. આમ, બળાત્‍કારના આ કૃત્‍યથી તેણી ગર્ભવતી બની જતા આજથી આશરે ચારેક માસ પહેલા મનોજે પોતે તેણી સાથે લગ્ન નહીં કર્યા હોવાનું જણાવી, ગર્ભવતી હાલતમાં તરછોડી દીધી હતી.

આ પછી ગત બુધવાર તારીખ ૧૫ ના રોજ તેની જામનગરની જી.જી. હોસ્‍પિટલ ખાતે તેણીનું શારીરિક ચેકઅપ કરાવવા જતા તબીબોની તપાસણીમાં આ યુવતીના ગર્ભમાં રહેલું બાળક મૃત્‍યુ પામ્‍યું હોવાનું જાણવા મળ્‍યું હતું. જેથી તબીબોએ આ યુવતીનું ગર્ભપાત ફરજ કરવાની ફરજ પડી હતી.

આમ, આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે ભોગ બનનારની ફરિયાદ પરથી મનોજ વીરકુમાર કેસરી સામે આઈ.પી.સી. કલમ ૩૭૬ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા દ્વારા હાથ ધરવામાં આવીછે.

ભાણવડની પરિણીતાને ત્રાસ

ભાણવડ તાલુકાના આંબરડી ગામે હાલ રહેતા ગીતાબેન નટવરભાઈ સોરઠીયા નામના ૨૯ વર્ષના પરિણીત મહિલાને તેના લગ્નજીવન દરમિયાન તેણીના સાજડીયારી વિસ્‍તારમાં રહેતા પતિ નટવરભાઈ ઉર્ફે નટુભાઈ પરબતભાઈ સોરઠીયા, બટુકભાઈ પરબતભાઈ સોરઠીયા, સોમીબેન પરબતભાઈ સોરઠીયા અને પરબતભાઈ નારણભાઈ સોરઠીયા નામના ચાર સાસરીયાઓએ શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપી, મારફૂટ કરતા આ બનાવ અંગે અહીંના મહિલા પોલીસ મથકમાં ગીતાબેનની ફરિયાદ પરથી ચારેય સાસરીયાઓ સામે આઈ,પી.સી. કલમ ૪૯૮(એ), ૩૨૩ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

બાઇક હંકારી જતા તસ્‍કરો

રામનાથ સોસાયટી વિસ્‍તારમાંથી મંદિરની પાછળ રહેતા દાનાભાઈ રામશીભાઈ ચેતરીયા નામના ૨૮ વર્ષના વેપારી યુવાને પોતાના ઘર નજીક રાખેલું રૂપિયા ૩૦ હજારની કિંમતનું જી.જે. ૩૭ ઈ. ૯૯૮૫ નંબરનું સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મોટરસાયકલ કોઇ તસ્‍કરો ચોરી કરીને લઇ ગયા હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

(1:23 pm IST)