Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

જામનગરમા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા ‘પત્રકાર સ્‍નેહમિલન' યોજાયુઃ

જામનગરઃ  પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલની પ્રેરણાથી પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે ‘પત્રકાર સ્‍નેહમિલન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. પ્રદેશ મીડિયા વિભાગ, શહેર સંગઠન, શહેર મીડિયા વિભાગ તથા પ્રેસ મીડિયા, ઇલેક્‍ટ્રોનિક્‍સ મીડિયા પ્રતિનિધિઓએ સંવાદ કરેલ. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા પ્રેસ - મીડિયા, ઇલેક્‍ટ્રોનિક્‍સ મીડિયા સાથે શ્રેષ્ઠ સંકલન સાધી સરકારની વિવિધ યોજનાઓ, રાજ્‍ય તથા કેન્‍દ્ર સરકારની ઉત્તમ પ્રજાલક્ષી કામગીરી ઘરે ઘરે પહોંચાડવામાં પ્રેસ - મીડિયા શ્રેષ્ઠ માધ્‍યમ બનતું હોય છે, આથી પત્રકારો સાથે પક્ષના મીડિયા વિભાગનું શ્રેષ્ઠ સંકલન સધાય એ હેતુ થી એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. પત્રકારોને ફિલ્‍ડ ઉપર કવરેજ કરવા બાબતે પડતી તકલીફ સહીત તેઓની કામગીરી સરળ બને તેવી વ્‍યસ્‍થા મુદ્દે સૂચન મેળવામાં આવેલ. મીડિયા વિભાગ કન્‍વીનર ભાર્ગવ ઠાકર એ સૌ પત્રકારોને આવકારેલ.

ભારતીય જનતા પાર્ટી સૌરાષ્‍ટ્ર ઝોન કન્‍વીનર સુરેશભાઈ માંગુકિયાએ પત્રકારોને જણાવેલ કે, ફિલ્‍ડ ઉપર ક્‍વરેજ તથા રિર્પોટિંગ અન્‍વયે વધુ સરળતાઓ પ્રદાન કરવા પ્રયાસ કરીશું. તથા પત્રકારો અને મીડિયા વિભાગ દ્વારા શ્રેષ્ઠ સંકલન થાય તેવી પ્રયત્‍નો કરીશું. જામનગર શહેરના સ્‍થાનિક પ્રશ્‍ન મુદે સ્‍ટે.કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયાએ જણાવેલ કે, શહેરના જનહિતના પ્રશ્રો અંગે કોર્પોરેશન ખુબ જાગળત છે, સક્રિય છે, સંવેધાનશીલ છે.

ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર સંગઠન મહામંત્રી મેરામણભાઇ ભાટુએ જણાવેલ કે, પત્રકારત્‍વ એ ખુબ જવાબદારીપૂર્વકનું તથા સ્‍માર્ટ કામ હોય છે, અને જામનગરના પત્રકારો હંમેશા જવાબદારીપૂર્વક, સ્‍માર્ટ કામગીરી કરતા આવ્‍યા છે. એ બદલ સૌ પત્રકારોને અભિનંદન પાઠવેલ. ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવાએ જણાવેલ કે, જામનગરમાં ૅવીરાંજલીૅ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે, એક અનોખો ઓડિયો - વિઝ્‍યુઅલ કાર્યક્રમ આગામી ૧૯-જૂન-૨૦૨૨ ને સાંજે ૮ વાગ્‍યે જામનગર ખાતે આયોજિત કરવામાંઆવ્‍યો છે, સૌ પત્રકારો ઘર - પરિવારના સભ્‍યો સાથે આ કાર્યક્રમ નિહાળે તેવું નિમંત્રણ પાઠવેલ. કાર્યક્રમના અંતે આભારવિધિ ભાજપ મીડિયા વિભાગ સહકન્‍વીનર દીપાબેન સોની દ્વારા કરવામાં આવેલ.

આ કાર્યક્રમાં શહેરના અખબાસે, ન્‍યુઝ ચેનલ, ન્‍યુઝ પોર્ટલના તંત્રી, રિપોર્ટરો, ફોટોગ્રાફસે ઉપરાંત ભારતીય જનતા પાર્ટી શહેર મહામંત્રી મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, સ્‍ટે. કમિટી ચેરમેન મનીષભાઈ ક્‍ટારીયા, સૌરાષ્‍ટ્ર ઝોન કન્‍વીનર સુરેશભાઈ માંગુકિયા, જામનગર શહેર / જિલ્લા દેવભૂમિ દ્વારકા મીડિયા વિભાગ પ્રભારી સુરેશભાઈ પરમાર, જામનગર શહેર મીડિયા વિભાગ કન્‍વીનર ભાર્ગવ ઠાકર, સહકન્‍વીનર દીપાબેન સોની, પ્રદેશ મહિલા મોરચા કારોબારી સદસ્‍ય રમાબેન હેરમાં, રાજકોટ શહેર સંગઠન મંત્રી દીપાબેન કાચા, દેવયાનીબેન રાવલ, વિજયભાઈ પંડ્‍યા, સહીત મીડિયા વિભાગ કોર કમિટી સભ્‍યો વિજયસિંહ જાડેજા, ચંદ્રવદન ત્રિવેદી, હેમંતભાઈ ગોહિલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણીઃ જામનગર)

(1:21 pm IST)