Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

બિલખામાં બાલકૃષ્ણ હવેલીમાં પ્રાણ પ્રતિષ્ઠા જ્ઞાતિ ભોજન સંપન્ન

(વિનુ જાષી દ્વારા) જુનાગઢ, તા., ૧૭ઃ મુળ બીલખા સોરઠના અને અમેરીકાના ફીલાડેલ્ફીયા ખાતે સ્થાયી થયેલ હંસાબેન જાબનપુત્રા તેણી સ્વ. મહેન્દ્રકુમાર શાહના પત્નીના હસ્તે બીલખાના બાલકૃષ્ણ હવેલી ખાતે રાધાકૃષ્ણની મુર્તિ અમેરીકા ફીલોડેલફીયામાં તેઓની નિવાસસ્થાનેથી ખાસ્સો ખર્ચ કરી બાય પ્લેન-બાય કુરીયર લાવી અને રાધાકૃષ્ણની મુર્તિની પધરામણી  બાલકૃષ્ણ હવેલી ખાતે શોભાયાત્રા, પ્રાણ પ્રતિષ્ઠા કેસર સ્નાન, પ્રસાદ તથા સાંજે જ્ઞાતિ ભોજન સહીતનો ધાર્મિક કાર્યક્રમનું આયોજન હંસાબેન જાબનપુત્રા ડો.હીરેન શાહ, ડો.માલા શાહ તથા કિરણ જાબનપુત્રા તથા શાહ પરિવાર દ્વારા કરાયું હતું.
મૂળ બીલખાના સ્વ.મોહનભાઇ જાબનપુત્રાના પુત્રી હંસાબેન મહેન્દ્રભાઇ શાહ  અમેરીકાના ફીલોડેલ્ફીયા ખાતે સીનીયર તરીકે રહે છે. આજથી પચીસ વર્ષ પહેલા તેઓ તેમના પતિ ડો.મહેન્દ્રકુમાર શાહ સાથે ઇન્ડીયા આવેલા ત્યારે ઓમ માર્બલના માલીક હરેશભાઇ શાહ સાથે રાધાકૃષ્ણ ભકિત અંગે પોતાની લાગણી વ્યકત કરી ઍક જ માર્બલના પીસમાંથી રાધાકૃષ્ણની મુર્તિ બનાવવામાં આવેલ. આ રાધાકૃષ્ણના સ્વરૂપની અપરશ સેવા માટે અમેરીકા ખાતે પોતાના નિવાસસ્થાને લઇ ગયેલ ડો.મહેન્દ્ર શાહ તથા હંસાબેન શાહ ઍ ઍકત્રીસ વરસ સુધી રાધાકૃષ્ણની મુર્તિ વૈષ્ણવોને સાથે રાખી તેઅોના નિવાસસ્થાને અન્નકુટ, મનોરથ, સત્સંગ, પ્રસાદી, ભજન, ભકિત સહીત વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરેલ છે.


ડો.મહેન્દ્ર શાહનું આશરે ઍક વર્ષ પહેલા અવસાન થતા તેઓની ઇચ્છા અનુસાર તેમના પત્ની હંસાબેન જાબનપુત્રાઍ માતૃભુમી  બીલખા ભલગામ ખાતે આવેલ બાલકૃષ્ણ હવેલી ખાતે રાધાકૃષ્ણની મુર્તિ પધરાવવાનું નકકી કરી બાય પ્લેન-કુરીયર મારફત લાખો રૂપીયાનો ખર્ચ કરી બીલખા ખાતે બાલકૃષ્ણ હવેલી ખાતે લાવેલ છે તથા હવેલીનું પણ રીનોવેશન ખાસ્સા ખર્ચ સાથે કરાવી આપેલ છે. 


બીલખાના મુખ્યાજી અશોકભાઇ ભટ્ટ, સચીનભાઇ આડતીયા, પરેશભાઇ માણેક, મહેન્દ્રભઇ વસ્તાણી (શાહ) ડો.માલા શાહ તથા જાબનપુત્રા પરીવાર તથા લોહાણા મહાજનના પ્રમુખ કંટરીયા વિગેરેઍ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત  ઉઠાવી છે.
રાધાકૃષ્ણના સ્વરૂપની મુર્તિની વિશેષતા ડો.સ્વ.મહેન્દ્રભાઇ શાહ તથા હંસાબેન  શાહ  (જાબનપુત્રા) દ્વારા તૈયાર કરેલ રાધાકૃષ્ણના સ્વરૂપની મુર્તિ માર્બલના ઍક જ પીસમાંથી જે તે સમયે બનાવવામાં આવેલ આ રાધાકૃષ્ણની મુર્તિ તે સમયે બીરલા ગ્રુપ દ્વારા તથા નામાંકીત અભિનેત્રી હેમા માલીનીઍ પણ ત્યારે આ રાધાકૃષ્ણ સ્વરૂપની મુર્તિ ભકિતભાવથી ખરીદ કરેલ.

(1:19 pm IST)