Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

વિંછીયાની ચોરી-આટકોટના દારૂના ગુન્હામાં વોન્ટેડ બે આરોપીઓને એલસીબીએ ઝડપી લીધા

રાજકોટ, તા. ૧૭ :  વિંછીયાની ચોરી અને આટકોટના દારૂના ગુન્હામાં વોન્ટેડ બે આરોપીઓને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા હતા.

જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ એ ગંભીર ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓ આપેલ હોય એલ.સી.બી. ગ્રામ્યના પો.ઇન્સ. વી.વી. ઓડેદરા તથા પો. સબ ઇન્સ. એસ.જે. રાણા રાહબરી હેઠળ સ્ટાફના પો. હેડકોન્સ. મહીપાલસિંહ જાડેજા અનીલભાઇ ગુજરાતી, રૂપકબહાદુર બોહરા તથા પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડને મળેલ બાતમી આધારે વિંછીયા પો. સ્ટે. ના ચોરીના ગુન્મામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપી હરેશ ઉર્ફે અગો નથુભાઇ બારૈયા જાતે કોલી (ઉ.વ.૩૦) રહે. હાલ બોટાદ ખોડીયાર નગર-ર પાણીના ટાંકા પાસે જી.બોટાદ મુળ રહે. મુ. મોટા માત્રા તા. વિંછીયાને પકડી પાડી વિંછીયા પોલીસને હવાલે કર્યો હતો.

તેમજ રૂરલ ક્રાઇમ બ્રાંચે આટકોટ પો. સ્ટે. ના દારૂના ગુન્હામાં છેલ્લા છ માસથી તેમજ (ર) અમદાવાદ ગ્રામ્ય ધંધુકા પો. સ્ટે. ના દારૂના ગુન્હામં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફ ભોલો સહદેવસિંહ ગોહીલ જાતે-દરબાર (ઉ.વ.૩૦) રહે. બોટાદ ગઢડા રોડ આનંદધામની સામે કેશવપાર્કને પકડી પાડી આટકોટ પોલીસને હવાલે કર્યો હતો. પકડાયેલ મજકુર આરોપી વિરૂધ્ધ અગાઉ બોટાદમાં મર્ડરનો ગુન્હો દાખલ થયેલ છે.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. મહેશભાઇ જાની, પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી તથા રૂપકહસ્ત બહાદુર બોહરા પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ તથા ભાવેશભાઇ મકવાણા જોડાયા હતા.

(1:34 pm IST)