Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

અમરેલીમાં મારામારીનો આરોપી ઝડપાયો

 અમરેલી : રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૯૩૦૦૪૨૨૦૫૪૮/૨૨ આઇપીસી કલમ ૩૮૫, ૩૮૭, ૩૫૩, ૧૮૬, ૫૦૪,૫૦૬ (૨), ૫૦૭ ના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં (૧) ઇરફાન ઉર્ફે ટાલકી મહમદભાઇ ખીમાણી (ઉવ.૪૨) ધંધો ડ્રાઇવિંગ રહે. ચોરાપા પીપળાવાળી શેરીને પકડી પાડેલ હતો. આ કામગીરી હિમકરસિંહ, પોલીસ અધિક્ષક, અમરેલી નાઓની સુચનાથી, જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ, ડી.બી. ચૌધરી, પો.સબ.ઇન્સ. તથા (૧) એચ.ડી.પરમાર અના.એ.એસ.આઇ (૨) એન.વી.લંગાળીયા અના. હેડ કોન્સ. (૩) જે.આર.બગડા અના. હેડ કોન્સ. (૪) આર.બી.દેગામા અના હેડ કોન્સ. (૫) બી.આર.ગોલેતર અના.પો.કો. (૫) એ.કે.માટીયા આ.પો.કો. દ્વારા કરવામાં આવેલ છે.

(1:35 pm IST)