Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

કેશોદ તાલુકા ભારતીય કિશાન સંઘે આવેદનપત્ર આપ્યું

(કિશોર  દેવાણી દ્વારા) કેશોદ : કેશોદ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડુતોના વિવિ મામલતદારને આવેદનપત્ર આપી ધરણા કર્યા હતા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે  વર્તમાન સમયમાં કિસાનોને વિજ પુરવઠો હોર્સ પાવર આધારીત અને મીટર આધારીત આપવામાં આવે છે. જેમા બન્નેના વિજદરમાં તફાવતછે જેથી વિજ મીટર આધારીત ખેડૂતોને નુકશાની જાયછે જેથી મીટર આધારીત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારીત ભાવથી વિજ પુરવઠો આપી સમાનતા લાવવા જેવા કે મીટર આધારીત વિજદર અને હોર્સ પાવર આધારીત વિજદરમાં સમાનતા લાવવી કલ્પસર યોજના તાત્કાલીક શરૂ કરવી રીસર્વેની કામગીરી તાત્કાલીક પૂર્ણ કરવી અને ખેડુતોને પડતી મુશ્કેલીઓનું તાત્કાલીક નીવારણ કરવું વિજ કંપનીઓ દ્વારા કલમ-૧૨૬ હેઠળ આપવામાં આવતા લોડ વધારાના જે ખેડુતો ને કોઈ પણ જાણ વગર આપવામાં આવે છે.જેમા ખેડુતોનો પક્ષ રાખવાની સતા આપવી સહીતની માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું.

(1:18 pm IST)