Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

જામનગર - માળીયા હાઇવે ઉપર ટ્રેલરે છકડો રીક્ષાને ઉલાળતા એકનું મોત : પાંચને ઇજા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૭ : માળીયા જામનગર હાઈવે પર માધવ હોટલ નજીક ટ્રેલરના ચાલકે છકડો રિક્ષાને હડફેટે લેતા પાંચ લોકોને ઈજા પહોંચી હતી તો એક વૃદ્ધનું મૃત્‍યુ થયા હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે. મળતી માહિતી મુજબ જામનગરના ચેલાબેડી ગામે રહેતા અને ડ્રાઈવિંગનો વ્‍યવસાય કરતા શબ્‍બીરભાઈ બાવદિનભાઈ ખેભર એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધવી છે કે શબ્‍બીરભાઈ સાથે સાહેદ અકબરભાઈ, હારૂનશા, રહીમશા, શાદીકશા અને શહેનાઝબાનું અને ઉમરશા પીનલશા શેખ તમામ કચ્‍છથી જામનગર જતા હોય દરમિયાન માળિયા નજીક માધવ હોટલ નજીક ટ્રેલર જીજે ૧૨ બીડબ્‍લ્‍યુ ૦૧૪૩ ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચલાવીને છકડો રીક્ષા જીજે ૧૦ ટીટી ૬૮૫૯ ને ખાલી સાઈડમાં ઠોકર મારી ફરિયાદી શબ્‍બીરભાઈ,અકબરભાઈ, હારુનશા, રહીમશા, શાદીકશા અને શહેનાઝબાનુંને ઈજા પહોચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા તો રીક્ષામાં સવાર જ સવાર ઉમરશા પીનલશા શેખને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોચતા મૃત્‍યુ નીપજયું હોવાની ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસની ટીમે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:17 pm IST)