Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

જામનગરમાં ચકકર આવતા પડી જતા આધેડનું મોત

જામનગર, તા.૧૭: અહીં હર્ષદમીલની ચાલી પાસે, પટેલનગર-૩માં રહેતા સચીનભાઈ જેન્‍તીભાઈ પરમાર, ઉ.વ.ર૬ ‘એ' સીટી એ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, જેન્‍તીભાઈ શામજીભાઈ પરમાર, ઉ.વ.પપ ને પોતાના ઘરે ચકકર આવતા પડી જતા બેભાન હાલતમાં જી.જી.હોસ્‍પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોકટરે તપાસી મૃત્‍યુ પામેલ હોવાનું જાહેર કરેલ.

શ્‍વાસની બિમારી સબબ યુવાનનું મોત

અહીં લાલવાડી, માર્કેટીંગ યાર્ડ પાસે, નવા સરકારી આવાસમાં રહેતા સુરેશભાઈ હરિલાલ સવાસરિયા, ઉ.વ.૩૮ એ સીટી ‘એ' પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, સુરેશભાઈ હરિલાલ સવાસરિયા, ઉવ.૩૮ એ પોતાના ઘરે હોય ત્‍યારે તેમને શ્‍વાસ લેવામાં તકલીફ પડતા સારવારમાં મૃત્‍યુ પામેલ છે.

દારૂ ઝડપાયો

સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. જયેશભાઈ દલસુખભાઈ વઢેલ એ ફરીયાદ નોંધાવી છે કે, દિ.પ્‍લોટ-૪૯, અચીજા પાન વાળી શેરી હડકાઈ માતાના મંદિર પાસે, જામનગરમાં આરોપી ચીરાગ ઉર્ફે ભુરો હરેશભાઈ ચાંદ્રાએ વિદેશી દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.૩૦૦/- ની રાખી રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી દર્શન હરેશભાઈ ચાંદ્રા ફરાર થઈ ગયેલ છે.

સી.એન.જી. રીક્ષા ચોરી

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કિરીટસિંહ કેશુભા જાડેજા, ઉ.વ.૪૪, રે. સત્‍યમ કોલોની ઓશવાળ-૪, આશાપુરા કૃપા પ્‍લોટ નં.૪૭/૪ એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી કિરીટસિંહની સી.એન.જી. રીક્ષા લીલા કલરની જેના રજી.નં. જી.જે.૧૦-ટી-ડબલ્‍યુ-ર૮૬૩ જેની કિંમત રૂ.૧,પ૦,૦૦૦/-ની  તેના ઘરની બહાર શેરીમાં પાર્ક કરેલ હોય કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

લાલપુરમાં જુગાર રમતી આઠ મહિલા સહિત નવ ઝડપાયા

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. નયનાબેન હમીરભાઈ કરંગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, લાલપુરમાં આરોપીઓ જયકુમાર પાલાભાઈ ભાગવત, હંસાબેન હીરજીભાઈ જોગલ, દેવીબેન ધીરૂભાઈ પરમાર, અમીબેન વાલાભાઈ પરમાર, રાણીબેન પરબતભાઈ પીંગળસુર, હંસાબેન વીરજીભાઈ જોગલ, ગૌરીબેન રાણાભાઈ આયડી, નીમુબેન ઉર્ફે ગીતાબેન નરેશભાઈ શેખા, જયોતીબેન વલ્લભભાઈ શેખા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૩૦૧૦/ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:16 pm IST)