Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

સાવરકુંડલના જીરા ગામે જર્જરીત દવાખાનાની હરરાજી બંધ રાખવા પાછળનું કારણ શું?

 

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૭ : તાલુકાના જીરા ગામે આવેલ જર્જરીત હાલતમાં દવાખાનાની હરરાજી કરવાની લોકલ પ્રકાશમાં જાહેરાત આવતા તે હરરાજીમાં ભાગ લેવા માટે અંદાજે ૧૦૦ જેટલા જીરા મુકામે નીર્ધારીત સમયે પહોંચતા તે હરરાજી એકાએક બંધ રાખવાનું સરપંચે જણાવતા અનેક તર્ક વિર્તકો થઇ રહ્યા છ.ે

હરરાજીમાં ભાગ લેવા માટે સાવરકુંડલા, અમરેલી વગેરે ગામોમાંથી ૧૦૦ ઉપરાંત વ્યાપારીઓ જીરા મુકામે હાજર રહ્યા હતા હરરાજી કરવાનો ૪ વાગ્યાનો સમય તે સ્થળ ઉપર જવાબદાર સરપંચ કે મંત્રી હાજર ન રહ્યા અને ટેલીફોનીક વાતચીતમાં હરરાજી બંધ રાખ્યાનું જણાવવામાં આવેલ હતું જો હરરાજી બંધજ રાખવી હોત તો લોકલ પ્રકાશમાં જાહેરાત આપવાનું કારણ શું? અને એવા એકાએક  હરરાજી બંધરાખવાનું કારણ શું હરરાજી બંધ રાખવાનું અગાવથી જણાવેલ હોત તો ૧૦૦ થી વધુ વ્યાપારીઓને જીરા ગામે ધકકો ન થાત અને ખોટા ખર્ચ પણ ન થાત જર્જરીત હાલતમાં દવાખાનું બંધ પડેલ તે દવખાનામાંથી હાલ પાણાના ટ્રેકટરો ભરી રહ્યાનું જોવા અને જાણવા મળેલ હરરાજી એકાએક બંધ રાખવાથી તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચાની મેલી મુરાદ હોય તેવું ગામ લોકોમાંથી જાણવા મળેલ છ.ે

હરરાજી કરવાની જાહેરાત પંચાયત દ્વારા કોને પુછીને કરવામાં આવી અને જો જવાબદારોની મંજુરી લીધી હોય તો હરરાજી બંધ રાખવાનું કારણ શું ? તે પ્રશ્નએ ચર્ચા જગાવી છે.

(1:15 pm IST)