Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ટંકારા પાસે કારે બાઇકને ઉલાળતા પ્રૌઢ રસીકભાઇ વિઠ્ઠલપરાનું મોત

કાંતીપુર પાસે બેફામ કારચાલકે બાઇકને ઉલાળતા ચાલકને ઇજા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૭ : ટંકારામાં લજાઇ ધરતીધન હોટલ પાસે કારના ચાલકે બાઈકને અડફેટે લેતા પ્રૌઢનું કમકમાટી ભર્યું મોત થયું હતું.

ફરિયાદી રવીભાઇ રસીકભાઇ વિઠલાપરાએ જણાવ્‍યું હતું કે, તેમના પિતા રજી. નંબર જી.જે.૦૩-એચ.પી.-૪૮૭૭ વાળા બાઈક પર લજાઇ ઘરતીધન હોટલ પાસે રોડ ઉપર રોડ ક્રોસ કરવા જતા હતા ત્‍યારે આરોપીએ પોતાના હવાલાવાળી સેન્‍ટ્રો કાર રજી. નંબર જી.જે.-૦૩-સી.આર.-૩૭૬૪ વાળી પુર ઝડપે અને ગફલત ભરી રીતે મનુષ્‍ય ની ઝીદગી જોખમાય તે રીતે ચલાવીને ફરિયાદી રવીભાઇના બાપુજીને ઠોકરે લેતા તેમને વાહન અકસ્‍માતમાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર દરમ્‍યાન મોત તેમનું મોત નીપજ્‍યું હતું.ટંકારા પોલીસે ઇ.પી.કો. કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં મોરબીમાં કાંતિપુર ગામ પાસે બેફામ કાર ચાલકે બાઈકને ઠોકરે લેતા બાઈક ચાલક ગંભીર રીતે ઘવાયો છે.

જેમાં ફરિયાદી નવતમભાઇ કલ્‍યાણજીભાઇ સુવારીયાએ જણાવ્‍યું હતું કે, બગથળા થી એક-દોઢ કી.મી દુર કાંતીપૂર તરફ જતા હોકળાની બાજુમાં રોડ ઉપર તેમના મોટાભાઈ  પ્રવિણભાઇના મોટર સાઇકલ રજી નં-જી.જે.૩૬.એમ.૫૪૯૭ લઈને જઈ રહ્યા હતા. એ સમયે આરોપીએ પોતાના હવાલા વાળી સીફ્‌ટ ગાડી રજી નં-જી.જે.૩૬.આર.૦૦૧૬ને  પુર ઝડપે અને બે ફિકરાઇ થી ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી પ્રવિણભાઇ સાથે એક્‍સીડેન્‍ટ કરી પ્રવિણભાઇને પછાડી દઇ જમણા હાથે તથા જમણા પગે ફેકચર જેવી તથા શરીરે મુઢ ઇજા કરી હતી. આ મુદ્દે મોરબી તાલુકા પોલીસે આઇ.પી.સી કલમ -૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:58 pm IST)