Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

મોરબીના આમરણમાં રઝળતી ગાયના મુદ્દે ધીંગાણુ સર્જાયુ : સામસામી ફરીયાદ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૭ : મોરબીમાં આમરણ બસ સ્‍ટેન્‍ડ પાસે રઝળતી ગાય મુદ્દે બે પક્ષો વચ્‍ચે વચ્‍ચે ધીંગાણું સર્જાયું હતું. આ મામલે બન્ને પક્ષોએ એકબીજા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. 

પ્રથમ ફરિયાદમાં દેવાભાઇ લાખાભાઇ ખીટએ પાનના ધંધાર્થી હર્શીતભાઇ નાનજીભાઇ અઘેરા, નાનજીભાઇ હીરજીભાઇ અઘેરા, કાળુભાઇ કરસનભાઇ પટેલ અને સુંદરજીભાઇ અઘેરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્‍યું હતું કે, હર્શીતના પૂનમ પાનના ગલ્લા પાસે રખડતી ગાય ઝાડ ખાતી હોય જેથી આરોપીએ ‘‘ ભરવાડ લોકો પોતાની ગાયો રખડતી મુકી દેસે અને ઝાડવા મોટા કરી ઇ ખાય જાય છે‘‘ તેમ કહી ભરવાડ સમાજ વિષે ઘસાતુ કહ્યું હતું. જેથી ફરીયાદી દેવાભાઇએ આરોપીને વ્‍યક્‍તિ ગત રીતે બોલવા તેમજ સમાજ વિષે જેમતેમ નહી બોલવા કહેતા આરોપી હર્શીત અને નાનજીભાઇએ ફરીયાદી દેવાભાઇને આમરણ ખાતે ઢીકાપાટુનો મુંઢ માર મારી ઇજા કરી.તેમજ બપોરના આશરે અઢી વાગ્‍યા વખતે બેલા ગામે સમાધાન કરવા બાબતે આરોપીઓએ આવી ફરીયાદી તથા સાહેદોને ભુંડાબોલી ગાળો આપતા ફરીયાદી  દેવાભાઇ તથા સાહેદો અને આરોપીઓ વચ્‍ચે મારામારી ઝપાઝપી થઈ હતી. જ્‍યાં આરોપી કાળુભાઈએ ફરીયાદી દેવાભાઇને છરી વડે ડાબા હાથની હથેળીમા તેમજ સાહેદ યોગેશને ડાબા હાથના કોણીના ભાગે તેમજ સાહેદ રાજુને જમણા હાથમાં વચલી આંગળી ઉપર ઇજા કરી સાહેદ લાલજીભાઇને ડાબા ગાલ ઉપર છોલછાલની મુઢ ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

જયારે બીજી ફરિયાદમાં હર્ષિતભાઇ નાનજીભાઇ અઘેરાએ આરોપી દેવાભાઇ લાખાભાઇ ખીટ, લાલજીભાઇ દેવાભાઇ ખીંટ, રાજુભાઇ દેવાભાઇ ખીંટ અને યોગેશભાઇ દેવાભાઇ ખીંટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં તેમણે જણાવ્‍યું હતું કે, તેમની પાનની દુકાન પાસે વાવેલ ઝાડ રઝળતી ગાય ખાતી હોય જેને તગડવા રસ્‍તે જતા માણસને હર્ષિતભાઇએ હાકલ મારતા આરોપી દેવાભાઇ ખીંટને નહીં ગમતા તેણે ફરી હર્ષિતભાઇ તથા સાહેદ નાનજીભાઇ સાથે ઝઘડો કરી સાહેદ નાનજીભાઇને માથાના ભાગે ઇંટથી સામાન્‍ય ઇજા કરી આરોપી લાલજીભાઇનાએ ફરી હર્ષિતભાઇને લોખંડના સળીયા વડે ડાબા હાથની હથેળીમાં તેમજ ડાબા ખભા પાસે ઘા મારી મુંઢ ઇજા કરી ફરીયાદી તથા સાહેદો બેલા ગામે સમાધાન કરવા જતા આરોપીઓએ ગુન્‍હો કરવામાં એકબીજાને મદદગારી ફરીયાદી તથા સાહેદોને ભુંડાબોલી ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બન્ને ફરીયાદો અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. 

(1:09 pm IST)