Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ભાયાવદરના ખીરસરા ગામે જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકી : પાંચ પકડાયા

પ્રેમજી ઘેટીયા તેના મકાનમાં જુગાર રમાડતો'તો : ૧.૨૨ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૧૭ : ભાયાવદરના ખીરસરા ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારના હાટડા ઉપર પોલીસે રેઇડ કરી જુગાર રમતા ૫ શખ્‍સોને ૧.૨૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ ભાયાવદરના ખીરસરા ગામે પીપળા શેરીમાં રહેતા પ્રેમજી ઘેટીયાના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ભાયાવદરના હેડ કોન્‍સ. મયુરભાઇ સોલંકી સહિતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા પ્રેમજી મોહનભાઇ ઘેટીયા રહે. ખીરસરા, અતુલ મનસુખભાઇ કનેરીયા રહે. ખીરસરા, પાર્થ અનીલભાઇ કડીવાર રહે. ઉપલેટા, વી.પી.ઘેટીયા સ્‍કુલ સામે, વીરાગ મનસુખભાઇ કંટારીયા રહે. અરણી તથા કમલેશભાઇ મગનભાઇ ઘોડાસરા રહે. ઉપલેટા, ગોકુલનગર સ્‍વામીનારાયણ મંદિર પાસેને રોકડા રૂા. ૧,૧૨,૬૦૦ તથા મોબાઇલ મળી કુલ રૂા. ૧.૨૨ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:07 pm IST)