Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

પોરબંદરના વેપારીઓએ અર્ધલશ્‍કરી દળના નિવૃત બાલુભાઇ ગોઢાણિયાની સેવાને બિરદાવી

પોરબંદર તા.૧૭ : ખામ્‍ભોદર ગામના યુવાનની પેરામિલેટ્રી ફોજમાં સેવા નિવૃતિ પછી કરવામાં આવતી સેવાકીય પ્રવૃતિને વેપારીઓ દ્વારા બિરદાવવામાં આવેલ હતી.

ખામ્‍ભોદર ગામના રહેવાસી બાલુભાઇ અરભમભાઇ ગોઢાણીયા પેરામિલેટ્રી ફોજમાં વયમર્યાદાને કારણે નિવૃત થઇ હાલ પોરબંદરના છાયા વિસતારમાં સ્‍થાયી થઇ યુવાનોને પ્રેરણા માટે વધુમાં વધુ યુવાનોમાં દેશસેવાની ભાવના જાગે એ માટે સતતને સતત કાર્યરત હોય પોતાના કાર્યકાળ દરમિયાન ત્રણ દિવસ ખાધા-પીધા વગર બજાવેલી સેવાની વાતો યુવાનોને પ્રેરણાદાયી હોય અને નિવૃતિ પછી પણ સદા સેવા માટે તત્‍પર રહેતા હોય એમની સેવાને પોરબંદરની મુખ્‍ય બજારના વેપારીઓ દ્વારા બિરદાવવામા઼ અવોલી બાલુભાઇ ગોઢાણીયા ૧૯૮૯ માં સીઆઇએસએફમાં જોડાયેલ એ પછી ઓરિસ્‍સા બંગાળ ગુજરાત મહારાષ્‍ટ્ર મધ્‍ય પ્રદેશ ઝારખંડ ઉત્તર પ્રદેશ દિલ્‍હી જમ્‍મુ-કાશ્‍મીર ઉત્તરાખંડ આસામ આંધ્ર પ્રદેશમાં ફરજ બજાવેલ ફરજ દરમિયાન કર્મનિષ્‍ઠા બહાદુરી માટે અનેકવાર ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા તેમને સન્‍માનીત કરવામાં આવેલ.

બાલુભાઇ ગોઢાણીયા નિખાલસ વ્‍યકિત હોય બીજાને હર હંમેશા મદદ માટે તત્‍પર હોય આવી કામગીરીને પોરબંદરની મુખ્‍ય બજારના વેપારીઓ દ્વારા એમને પુષ્‍પહારથી બિરદાવવામાં આવેલ પોરબંદરના સંનિષ્‍ઠ નિવૃત ઇન્‍કમટેકસના અધિકારી હુસૈન અલી મુલાણી દ્વારા પ્રાસંગીક પ્રવચનમાં જણાવેલ કે બાલુભાઇની જેમ દરેક યુવાન દેશ સેવામાં જોડાઇ પોરબંદરનું નામ રોશન કરે વેપારી આગેવાન શૈલેષભાઇ ઠાકર દ્વારા બાલુભાઇનુ વિશિષ્‍ટ સન્‍માન કરવામાં આવેલ ઉપવષા પહેરાવી વૈદિક પુસ્‍તક આપી, વધુને વધુ સેવાકાર્ય કરતા રહે એવી શુભેચ્‍છા આપવામાં આવેલ.

બીએસએનએલના જેટીયો કવીતભાઇ વૈષ્‍ણવ દ્વારા સીઆઇએસએફના જવાને પુષ્‍પો થકી બિરદાવેલ. જેસીઆઇના પૂર્વ પ્રમુખ હાર્દિકભાઇ મોનાણી દ્વારા શબ્‍દોથી બીરદાવવામાં આવેલ આ કાર્યક્રમમાં પોરબંદરની મુખ્‍ય બજારના વેપારી આગેવાન શૈલેષભાઇ ઠાકરની સાથે મુળજીભાઇ હાથલીયા, સુરેશભાઇ પરમાર, નાગાજણભાઇ કારાવદરા, શુભમભાઇ ઠાકર, પ્રવીણભાઇ દાસાણી, વિષ્‍ણુભાઇ બુચ, આનંદભાઇ જોશી, વગેરે જોડાયેલ.

(1:05 pm IST)