Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

કોડીનાર ૫ી.જી.વી.સી.એલના કર્મચારીઓનો સન્‍માન સમારંભ

(અશોક પાઠક દ્વારા)કોડીનાર, તા .૧૭ : માર્ચ એન્‍ડિંગ માં રિકવરીની બેસ્‍ટ કામગીરી બદલ પીજીવીસીએલ કોડીનાર ૨ ના કર્મચારીઓનું સન્‍માન કરાયું હતું.

જેમાં  દીપક ગોહિલ,  પી. આર. વાઢેર , એચ. એન. વાળા, મનોજ જે. મોરી દિલીપસિંહ એન.વાળા, જ.ે ક.ે સોલંકી, એસ. વી. પરમાર, એચ.એમ ચંદેરા ,દિનેશ એચ. ડોડીયા, એ. એ. કાદરી, એચ. બી. બારડ, જે. એન. ચૌહાણને ઉના - કોડિનાર ડિવિઝન ઓફિસના ઓફિસરો બી.બી. માણાવદરીયા , બી .જે પટેલ,  જે.બી બારડ, જુનિયર એન્‍જિનિયર રાઠવા ,પટેલ તેમજ ભૂમિકાબેન ચૌહાણના હસ્‍તે  સન્‍માનિત  કરાયા હતા.

  ૪૦ કર્મચારીઓને  એપ્રિસીએટ સર્ટિ આપી  સન્‍માનિત કરાયા હતા.  જ્‍યારે જે.બી.બારડ કોડીનાર પીજીવીસીએલ ૨ માં હાજર થયા ત્‍યારે  ડેબિટ એરિયસ ૧ કરોડ ૫ લાખ રૂપિયા હતું જે માત્ર એક જ મહિનાની અંદર ઘટાડીને ૪ લાખ ૧૨ હજાર સુધી લઇ આવી મેનેજમેન્‍ટ દ્વારા આપેલ ટાર્ગેટને પૂર્ણ કરી જ.ે બી. બારડના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓએ કરેલા કામ બદલ સન્‍માનીત કરાયા હતા. જેમાં ડીસ કનેક્‍શન મોનીટરીંગ  નીલેશ બારડ દ્વારા તથા કાર્યક્રમનું એન્‍કરિંગ,  સંચાલન તથા આયોજન  દીપક એમ. ગોહિલે કર્યુ હતું

(12:02 pm IST)