Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

રાજ્‍યના શ્રેષ્‍ઠ શિક્ષક તરીકે જીજ્ઞેશપુરી ગોસ્‍વામી સન્‍માનિત

ᅠᅠ(પ્રકાશ કારિયા દ્વારા)ᅠચલાલા, તા. ૧૭ : અમદાવાદ ખાતે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્‍તે ગ્રીષ્‍મોત્‍સવ-૨૦૨૨માં સૌથી સક્રિય વિદ્યાર્થીઓ માટેની ભાગીદારી બદલ વિદ્યાવાહક તરીકે ફાચરિયા શાળાના આચાર્ય જીજ્ઞેશપુરી ગોસ્‍વામીનું રાજ્‍યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્‍માન થયું હતું.

જીઆઇઇટીના નિયામક ઝલુ, પ્રાથમીક શિક્ષણ નિયામક જોશીભાઇ શિક્ષણ  વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રવળતિમય રીતે શિક્ષણકાર્ય અને ઇનોવેટિવ વિચારોથી કાર્યરત શિક્ષક જીજ્ઞેશપુરીને ધારી તાલુકા ટીપીઈઓ સુરભીબેન, તાલુકા પંચાયત પ્રમુખ જયશ્રીબેન કાનાણી, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષીએ અભિનંદન પાઠવ્‍યા હતા

(12:00 pm IST)